ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs NZ 1st Semifinal: અધૂરી મેચ આજે ફરી રમાશે - cricket

સ્પોર્ટસ ડેસ્ક : ICC વર્લ્ડ કપ 2019ના પ્રથમ સેમીફાઈનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જે આજે પુનઃ શરૂ કરાશે. ન્યૂઝીલેન્ડના 46.1 ઓવરમાં 5 વિકેટે 211 રન બનાવ્યા છે. નિકોલ્સ 28 રન આઉટ થયો છે. કેન વિલિયમ્સન 67 રને ચહલે આઉટ કર્યો છે.

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રોમાંચક મુકાબલો, ન્યુઝીલનેડ આપશે કાંટાની ટક્કર

By

Published : Jul 9, 2019, 12:19 PM IST

Updated : Jul 10, 2019, 6:14 AM IST

વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં વિઘ્ન રુપ બન્યો હતો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા. ICC વર્લ્ડ કપ 2019 સેમીફાઈનલ મેચ ફરી અટકી છે. ત્યાંથી ફરી આગળ રમાશે.

ભારતને વિશ્વકપમાં વિજેતાના પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવે છે. પરંતુ મોટી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડે પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ છે. એક સમયે વિશ્વપકપમાં ન્યુઝીલેન્ડની ટીમ પણ આંકડાઓમાં સૌથી ઉપર હતી. પરંતુ પછી હાર મળતા તે ચોથા ક્રમાંકે પહોંચી છે. પહેલી સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે પુરી તાકાત સાથે ભારત સામે મેદાનમાં ઉતરવુ પડશે. કારણ કે, ભારતની ટીમ સારા ફોર્મમાં છે, તે માત્ર એક જ મેચ હારી છે.

ફર્ગ્યુસનની થઈ શકે છે પૂનઃએન્ટ્રી

કીવી ટીમ માટે ફર્ગ્યુસનની ફીટનેસ ચર્ચામાં છે. ટીમને આશા છે કે, તેઓ જલ્દી ફીટ થઈ જશે. મેચના દિવસે જ તે મેચ રમશે કે નહીં તેનો નિર્ણય લઈ શકાશે. ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને ફર્ગ્યુસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મીડલ ઓર્ડર પર નિર્ભર

ભારતની ટીમે ઈચ્છશે કે આજની મેચમાં આકાશ ચોખ્ખુ રહે. ટીમે બેટિંગ માટેની ચિંતા સાર્વજનિક નથી કરી પરંતુ મેચનો રેકોર્ડ જોવામાં આવે તો માલૂમ પડશે કે, કોહલી, શર્મા અને કે રાહુલ સિવાય કોઈએ વધારે રન માર્યા નથી. મીડલ ઓર્ડરના કોઈ બેટ્સમેન સ્કોર ઉભો કરવામાં સફળ થયા નથી. આજની મેચ વિકેટ અને વાતાવરણ પર આધારિત છે પરંતુ મીડલ ઓર્ડર ઉપર પણ જીત અને હારનો દારોમદાર રહેશે.

સંભવિત ટીમ

ભારતઃ વિરાટ કોહલી(કેપ્ટન), જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, ઋષભ પંત, મહેન્દ્રસિંહ ધોની, રવીન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, રોહિત શર્મા, કુલદીપ યાદવ

ન્યૂઝીલેન્ડઃકેન વિલિયમ્સન(કેપ્ટન), ટૉમ બ્લંડલ, ટ્રેંટ બોલ્ટ, કોલિન ડી ગ્રાંડહોમ, લૉકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, ટૉમ લાથમ, કોલિન મુનરો, જિમી નીશમ, હેનરી નિકોલસ, મિસેલ સૈંટનર, ર્ઈશ સોઢી, ટિમ સાઉદી, રૉસ ટેલર

Last Updated : Jul 10, 2019, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details