- ICC T-20 World Cup 2021ના ગ્રુપ્સનું એલાન
- ભારત સામે ટકરાશે પાકિસ્તાન
- T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એકજ ગ્રુપમાં
નવી દિલ્હી: ICCએ ભારત અને પાકિસ્તાન બન્નેને ગ્રુપ 2માં રાખ્યા છે. આ ઉપરાંત આ ગૃપમાં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બે ક્વૉલિફાયર ટીમો હશે. ઉલ્લેખનીય છે કે, 2021 ટી20 વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાશે. આ પહેલા છેલ્લીવાર ભારત અને પાકિસ્તાનની ટીમો 2019 વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી. ત્યારે પણ ભારતે પાકિસ્તાનને માત આપી હતી. પાકિસ્તાન અત્યાર સુધી વન-ડે અને ટી20 વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ જીત નોંધાવી શક્યુ નથી.
આ પણ વાંચો:Ind-Eng Test Series પહેલા ભારતને મોટો ઝટકો, 2 ભારતીય ક્રિકેટર થયા કોરોના સંક્રમિત
20 માર્ચ 2021 સુધીમાં ટીમ રેન્કિંગના આધારે પસંદ કરેલા જૂથોમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને સુપર 12 ના ગ્રુપ 1 માં ભૂતપૂર્વ ચેમ્પિયન ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સાથે સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં રાઉન્ડ એકમાંથી બે ક્વોલિફાયર પણ સામેલ કરવામાં આવ્યા છે.
T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એકજ ગ્રુપમાં
ગયા T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એકજ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. જો કે તે સમયે ગ્રુપ બીમાં આ બે ટીમો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ હતુ. ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ ફેન્સની મોટી સંખ્યા જોતા આઇસીસીએ ફરી એકવાર બન્ને ટીમોને એક જ ગ્રુપમાં રાખી છે.
રાઉન્ડ વનની મેચનાં પરિણામો બાદ જ બીજી બે ટીમોનો નિર્ણય લેવાશે