ગુજરાત

gujarat

WC 2019: આ છે વિશ્વ કપ ઈતિહાસના સૌથી ઝડપી શતક અને અર્ધ શતક

By

Published : May 29, 2019, 9:51 AM IST

ન્યૂઝ ડેસ્ક: વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી અને સૌથી ઝડપી અર્ધ સદી, જેણે વિપક્ષી ટીમથી પાસેથી જીત છીનવી લીધી.

cricket

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ICC વિશ્વ કપ 30 મેના દિવસે શરૂ થવાની છે. વર્લ્ડ કપ 2019ની પ્રથમ મેચ હોસ્ટ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હશે.

દરેક મેચમાં રોમાંચક થવાની આશા છે અને પ્રશંસકો આ ભવ્ય આયોજન શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય બધા ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ દેખાવ કરવાની રાહ જોઈ રહ્યા છે અને મેદાન પર પોતાની બધી વસ્તુઓ દાવ પર મૂકવા તૈયાર થયા છે.

તો ચાલો નજર કરીએ વિશ્વ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી તેમજ સૌથી ઝડપી અર્ધ સદી પર...

વર્ષ 2011માં આયરલેંડના કેવિન ઓ'બ્રાયન સૌથી તેજ વિશ્વ કપની સદી ઈગ્લેંડ વિરુદ્ધ 13 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવીને 50 બોલ પર 100 રન બનાવીને સૌથી ઝડપી સદી કરનારા ખેલાડી બની ગયા. કેવિનની આ ઇનિંગ પણ એકમાત્ર વનડે સદીની સદીમાં સૌથી ઝડપી હતી.

કેવિન ઓ'બ્રાયન

ઈંગ્લેન્ડે 327-8ના જવાબમાં આયર્લેન્ડ 111-5 હતું, પરંતુ ઓ'બ્રાયને ઝડપી રનની મદદથી તેમની ટીમને ત્રણ વિકેટથી જીતવામાં મદદ કરી અને સૌથી મોટા અપસેટમાંનું એક કારણ બન્યા. ન્યુઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમે વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી 50 રન બનાવવાની વિક્રમ સ્થાપ્યો છે.

બ્રેન્ડન મેક્કુલમ

તેણે વેસ્ટપૅક સ્ટેડિયમ ખાતે ICC વર્લ્ડકપ 2015ની પુલ એ મેચમાં ઇંગ્લેન્ડ સામે 18 બોલમાં 50 રન બનાવ્યા હતા. સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી, મેક્યુલમની અડધી સદીએ ન્યૂઝીલેંડને ઈંગ્લેન્ડ સામે એક સરળ વિજય મેળવવામાં મદદ કરી હતી. જેમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 123 રનની ભાગીદારી કરી શકી હતી.

ABOUT THE AUTHOR

...view details