મોર્ગને 71 બોલ પર 4 ચોક્કા અને 17 સીક્સર સાથે 148 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ 2013માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 209 રનની ઇનિંગ્સમાં 158 બોલનો સામનો કરી 12 ચોક્કા અને 16 સીક્સર ફટકારી હતી.
ENG VS AFG: માનચેસ્ટરમાં આવી મોર્ગની 'આંધી', સૌથી વધુ સીક્સરનો રેકોર્ડ બનાવ્યો
માનચેસ્ટર: ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન વન ડેમાં એક ઇનિગ્સમાં સૌથી વધારે સીક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. મોર્ગને મંગળવારે અફધાનિસ્તાન સામે 17 સીક્સ ફટકારી હતી અને તેને રોહિત શર્મા, ક્રિસ ગેઇલ અને એબી ડીવીલીયર્સનો રેકોર્ડ તોડ્યો નાખ્યો છે.
કેપ્ટન ઇયોન મોર્ગને વર્લ્ડ કપના ઇતિહાસમાં ચોથુ સૌથી ઝડપી શતક બનાવ્યુ છે. તેઓએ 57 બોલ પર સેંન્ચુરી ફટકારી હતી. જેમાં તેણે 3 ચોક્કા અને 11 સીક્સર ફટકારી હતી. જ્યારે વર્લ્ડ કપમાં સૌથી ઝડપ શતક ફટકારનારનો રેકોર્ડ કેવીન ઓ બ્રાયનના નામે છે. જેને 2011માં ઇગ્લેંન્ડ વિરૂદ્ધ 50 બોલ પર શતક ફટકાર્યુ હતુ. મેક્સવેલ 51 બોલ સાથે બીજા નંબર પર જ્યારે 52 બોલ પર શતક ફટકારનાર એબી ડી વીલીયર્સ ત્રીજા નંબર પર છે.
આ મેચમાં અફધાનિસ્તાન વિરૂદ્ધ 25 સીક્સર ફટકારી એક મેચમાં સૌથી વધુ સીક્સર ફટકારવાનો રેકોર્ડ સ્થાપ્યો છે.