ICCએ વિશ્વકપમાં અમ્પાયર્સની પેનલમાં ભારતનો એક જ અમ્પાયર છે. ટેસ્ટ, વન ડે અને T-20 મેચો માટે એક રકમ નક્કી કરી રાખી છે. આ રકમ બધા અમ્પાયર્સને મળે છે. આ સવિયા અમ્પાયરને અનુભવ અને પ્રદર્શનના આધારે તેમનો પગાર નક્કી કરવામાં આવે છે, પરંતુ 2019માં વિશ્વકપમાં પહેલા કોઈપણ અમ્પાયરનો પગાર ICC જાહેર નથી કર્યો.
અલીમ ડાર
પાકિસ્તાન માટે 17 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર અમીર ડાર વર્તમાન સમયમાં ક્રિકેટ જગતમાં સૌથી મોંઘા અમ્પાયર માનવામાં આવે છે. ડારે 31 વર્ષની ઉમરે વનડેમાં અમ્પાયરના રુપમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ વિશ્વકપ- 2003, 2007 અને 2011 સહિત ઘણા મોટા ટૂર્નામેન્ટમાં અમ્પારીંગ કરી ચૂક્યા છે. ડારને 2009 અને 2010માં અમ્પાયર ઓફ ધ યરનો એવાર્ડ મેળવી ચૂક્યા છે. ઘણી વેબસાઈટ્સ પ્રમાણે તેમણે ટેસ્ટમાં અમ્પારિંગ માટે 300 ડોલર (2,10,874 રૂપિયા) ટી 20માં અમ્પારિંગ માટે 1000 ડોલર (70,294 રૂપિયા) અને વનડે માટે 2200 ડોલર (1,54,641 રૂપિયા) મળે છે. આ ઉપરાંત વર્ષે 45000 ડોલર (31,61,117) પગાર મળે છે.
નિગેલ લોંગ
દુનિયામાં સૌથી મોંઘા અને સારા અમ્પારીંગ કરનાર લોકોમાં નિગેલ લોંગનું બીજી નામ બીજા સ્થાને આવે છે. એક જાણકારી પ્રમાણે, નિગેલ લોંગ ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874 રૂપિયા) ટી 20 માટે 1000 ડોલર (70,291 રૂપિયા) અને વનડે માટે 2200 ડોલર (1,54,641 રૂપિયા) મળે છે. આ ઉપરાંત તેમણે વર્ષમાં 4500 ડોલર (31,63,117) પગાર મળે છે. લોંગે 2002માં અમ્પારીંગની શરુઆત કરી હતી.
પોલ રીફેલ
પોલ રીફેલ 1999માં ક્રિકેટ વિશ્વકપ જીતનાર આસ્ટ્રેલિયાની ટીમના સદસ્ય હતા. તેમણે 2004-2005માં અમ્પારીંગની શરુઆત કરી હતી. 2005-2006 સત્રમાં તેમણે ક્રિકેટ આસ્ટ્રેલિયા નેશનલ અમ્પાયરની પેનલમાં સામેલ કરવામાં આવ્યાં હતા. જે બાદ ફેબ્રુઆરી, 2009માં વનડેમાં અમ્પાયરીંગની શરુઆત કરી હતી. તેમણે ICCની જેમ ટેસ્ટમાં 3000 ડોલર (2,10,874 રૂપિયા) ટી 20 મેચ માટે 1000 ડોલર (70,291) રૂપિયા અને વનડે માટે 2200 (1,54,641 રૂપિયા) મળે છે. આ ઉપરાંત તેમણે વર્ષમાં 31,63,117 રૂપિયા પગાર મળે છે.
ક્રિસ ગફાને
ક્રિસ ગફાનેનું નામ દુનિયામાં સારા ક્રિકેટ અમ્પાયરમાં લેવામાં આવે છે. તેમણે ક્રિકેટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી અને ફર્સ્ટ ક્લાસમાં 83 મેચ રમ્યા હતા. આ સિવાય 2010માં તેમણે અમ્પાયરીંગની શરૂઆત કરી હતી. ICC ક્રિકેટમાં તેમનું નામ 2015માં સામેલ થયું હતું. 2015માં તેમણે પ્રમોશન મળ્યું હતું. તેમણે ICCએ અમ્પાયરોની પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે મેચમાં અમ્પાયરીંગ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે.
ઈયાન ગૂલ્ડ
ઈગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને અમ્પાયર ઈયાન ગૂલ્ડે ICC CWC 1983માં એક વિકેટકીપર તરીકે રમી હતી. ICC વિશ્વકપ 2007માં 3 મેચમાં અમ્પાયરીંગ કરી હતી. ICCની પેનલમાં સામેલ ઈયાન ગૂલ્ડને બાકી અમ્પાયરની જેમ ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે. આ ઉપરાંત વર્ષમાં 35000 ડોલર 24,60,200 રૂપિયા મળે છે.
કુમાર ધર્મસેના
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને ICCના પેનલમાં સામેલ ધર્મસેનાએ અમ્પાયરીંગની શરૂઆત 2009માં કરી હતી. ધર્મસેના ન ફક્ત સારા અમ્પાયર છે, પરંતુ ધનીક અમ્પાયર્સમાં સામેલ પણ છે. તેમણે ICCની તરફથી વર્ષ 24 લાખ 60 હજાર રૂપિયા પગાર મળે છે. આ ઉપરાંત તેમણે ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874) રૂપિયા, ટી 20 માટે 1000 ડોલર 70,291 રૂપિયા અને વનડે માટે 2200 ડોલર 1,51,641 રૂપિયા મળે છે.