ICCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો પરિષદને BCCI એ સમજાવવામાં સફળ થાય કે, બલિદાન બ્રિગેડના ચિહ્ન સાથે કોઈ રાજકીય કે ધાર્મિક ભાવના સંકળાયેલી નથી, તો બોર્ડની અપીલને ધ્યાનમાં લઈ શકાય છે.
ધોનીને મળ્યો BCCIનો સાથ, ICCને કરી અપીલ - worldcup2019
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ખાતે રમાઈ રહેલાં ICC વન-ડે ક્રિકેટ વર્લ્ડકપમાં ધોનીએ વિકેટકીપિંગ દરમિયાન ભારતીય સ્પેશ્યલ ફોર્સના ચિન્હવાળા ગ્લવ્સ પહેર્યા હતા. ત્યારબાદ ICCએ BCCIને કહ્યું કે, ધોની ગ્લવ્સ પરથી સેનાનું ચિહ્ન દુર કરે.
ઘોનીને મળ્યો BCCIનો સાથ, COએ ICCને કરી અપીલ
ધોનીના ગ્લોવ્ઝ પર જે ચિન્હ છે તે માત્ર પેરામિલિટ્રીના કમાન્ડોને રાખવાનો જ અધિકાર છે.ધોનીએ વર્ષ 2011માં પેરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટિનન્ટની ઉપાધિ મેળવી હતી. 2015માં ધોનીએ પેરા બ્રિગેડની ટ્રેનિંગ પણ લીધી હતી. સોશિયલ મીડિયા પર ધોનીની વાહ..વાહ થઈ રહી છે. પરંતુ ICCના વિચાર અને નિયમ અલગ છે.
ICCના નિયમ અનુસાર ICCના કપડા કે અન્ય ચીજો પર આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન રાજનીતિ, ધર્મ વગેરેનો સંદેશ હોવો જોઈએ નહીં.