ગુજરાત

gujarat

ETV Bharat / sports

World Cup: 1992થી 2015, આ સ્ટાર ક્રિકેટર બન્યા મેન ઓફ ધ સિરીઝ - indian cricket team

ન્યૂઝ ડેસ્ક: 30 મે થી ઈગ્લેન્ડ અને વેલ્સમાં વિશ્વકપ-2019 શરુ થશે. આ વખતે વિશ્વકપમાં 10 ટીમ ભાગ લેશે. 1975માં પ્રથમ વિશ્વકપ રમાયો હતો. સૌથી વધારે ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ જીત્યો છે. આસ્ટ્રેલિયાએ પાંચવાર જે પૈકી 1987, 1999, 2003, 2007 અને 2015માં જીત્યું હતું. જેમાં ભારતે બેવાર જે પૈકી 1983 અને 2011માં વિશ્વકપ જીત્યો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 1975 અને 1979માં, પાકિસ્તાને એક વાર 1992માં અને શ્રીલંકાએ એકવાર 1996માં જીત મેળવી હતી. 1992થી વિશ્વકપમાં મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવે છે. જાણો 1992થી 2015 સુધી મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી આપવામાં આવી છે.

ડિઝાઈન ફોટો

By

Published : May 17, 2019, 10:38 PM IST

Updated : May 17, 2019, 10:58 PM IST

1992 ક્રિકેટ વિશ્વકપ- 1992માં પાકિસ્તાને ઈગ્લેન્ડને 22 રનોથી હરાવી પ્રથમ વાર વિશ્વકપ જીત્યો હતો. આ મેચમાં મેન ઓફ ધ મેચ વસીમ અકરમ બન્યા હતા. તેમણે ઈગ્લેન્ડની વિરૂદ્ધ 19 બોલમાં 33 રન ફટકાર્યા હતા અને 49 રન આપીને ત્રણ વિકટ પણ લીધી હતી. મેન ઓફ ધ સિરીઝ ન્યૂઝીલેન્ડના કેપ્ટન માર્ટીન ક્રો બન્યા હતા. તેમણે ટૂર્નામેન્ટમાં ધુઆધાર બેટિંગ કરતા એક શતક અને ત્રણ અર્ધશતક બનાવ્યા હતા. તેઓ ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ 100 રને નોટઆઉટ રહ્યા હતા. ઝિમ્બાવેની વિરુદ્ધ તેમણે 74 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેમની બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડ ફાઈનલ સુધી પહોંચ્યું હતું.

વિશ્વ કપ 2019 ટ્રોફી
માર્ટિન ક્રો

1996 ક્રિકેટ વિશ્વકપ-1996માં શ્રીલંકા પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. તેમણે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. આ મેચમાં અરવિંદ ડી સિલ્વા મેન ઓફ ધ મેચ બન્યા હતા. તેમણે 107 રનની મેચ વિનિંગ નોટઆઉટ શતકીય ઈનિંગ રમી હતી અને 42 રન આપીને ત્રણ વિકેટ ઝડપી પાડી હતી. મેન ઓફ ધ સિરીઝ શ્રીલંકાના સનથ જયસૂર્યા બન્યા હતા. તેમણે ટૂર્નામેન્ટમાં 221 રન બનાવ્યા હતા. તેમનું સ્ટ્રાઈક રેટ 132 હતું. સાત વિકેટ પણ લીધી હતી. તેમણે વિશ્વ કપમાં 6 મેચ રમ્યા હતા અને એ બધી મેચ શ્રીલંકાએ જીતી હતી. તેમણે ભારતની સામે 76 બોલમાં 79 રન ફટકાર્યા હતા. સેમીફાઈનલમાં ભારની સામે બોલિંગ કરતા ત્રણ વિકેટ લીધી હતી. જેમાં સચિન, સંજય માંજરેકર અને અજય જાડેજાની વિકિટ સામેલ હતી.

સનથ જયસૂર્યા

1999 ક્રિકેટ વિશ્વકપ- 1999 આ વિશ્વકપમાં ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા બીજીવાર ચેમ્પિયન બન્યું હતું. જેમાં મેન ઓફ ધ મેચ શેન વોન બન્યા હતા. તેમણે પાકિસ્તાન સામે 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મેન ઓફ ઘ સિરીઝ સાઉથ આફ્રિકાના લાંસ ક્લૂસનરને મળી હતી. તેમણે 122ના સ્ટ્રાઈક રેટની સાથે 281 રન ફટકાર્યા હતા. તેમણે વિશ્વકપમાં 17 વિકેટ લીધી હતી.

લાંસ ક્લૂસનર

2003 ક્રિકેટ વિશ્વકપ- ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 2003ની ફાઈનલ રમાઈ હતી. જેમાં ભારતનો પરાજય થયો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગ મેન ઓફ ધ મેચ બન્યા હતા. તેમણે 140 રન નોટ આઉટ બનાવ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ સચિન તેંદુલકરના નામે રહી હતી. સચિને વિશ્વ કપમાં 673 રન ફટકર્યા હતા અને 2 વિકેટ પણ લીધી હતી. ભારતે ટૂર્નામેન્ટમા ફક્ત બે મેચ હારી હતી. તે બંને ઓસ્ટ્રેલિયા સામે હાર્યા હતા. સચિને 11 ઈનિગમાં 673 રન બનાવ્યા હતા. 1 સદી અને સાત અર્ધશતક બનાવ્યા હતા.

સચિન

2007 ક્રિકેટ વિશ્વકપ- વર્ષ 2007માં વેસ્ટે ઈન્ડિઝે વિશ્વકપમાં ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની વચ્ચે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 53 રને જીત મેળવી હતી. મેન ઓફ ધ મેચ એડમ ગિલક્રિસ્ટ બન્યો હતો. તેમણે 149 બનાવ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ ગ્લેન મૈક્ગ્રા બન્યા હતા. મૈક્ગ્રાએ વિશ્વ કપમાં 26 વિકેટ લીધા હતા.

ગેલ્ન મેક્ગ્રા

2011 ક્રિકેટ વિશ્વકપ- ભારતમાં રમાયેલા 2011ના વિશ્વકપમાં મેજબાન ભારત વિશ્વ કપ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે ફાઈનલમાં શ્રીલંકાને 6 વિકેટ હરાવ્યું હતું. મેન ઓફ ધ મેચ ભારતના કેપ્ટન ધોની રહ્યા હતા. જેમણે ફાઈનલમાં 79 બોલમાં 91 રન બનાવ્યાં હતાં. યુવરાજ સિંહ મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા. યુવરાજે 326 રન બનાવીને 15 વિકેટ લીધા હતા. વેસ્ટ ઈન્ડિઝની સામે યુવરાજે સદી ફટકારી હતી.

યુવરાજ સિંહ

2015 ક્રિકેટ વિશ્વકપ- ન્યૂઝીલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયાએ પાંચમીવાર વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. 2015ના વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા સાત વિકેટે જીત મેળવી હતી. મેન ઓફ ધ મેચ જેમ્સ ફોકનર બન્યો હતો. મેન ઓફ ધ મેચ ટૂર્નામેન્ટ મિશેલ સ્ટાર્ક બન્યા હતા. તેમણે 22 વિકેટ લીધી હતી.

સ્ટાર્ક
Last Updated : May 17, 2019, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details