ન્યૂઝ ડેસ્ક: ICC T-20 મહિલા વિશ્વકપમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલી રિચા ઘોષે કોરોના વાઇરસ સામેની લડાઈમાં રૂપિયા એક લાખનું દાન આપ્યું છે. બંગાળ તરફથી રમનારી આ યુવા ખેલાડીએ મુખ્ય પ્રધાન ફંડમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત લોકોને મદદ કરવા માટે આ રકમ દાન કરવાનો નિર્ણય લીધો છે.
કોવિડ-19: 16 વર્ષની મહિલા ક્રિકેટર રિચા ઘોષે 1 લાખનું દાન આપ્યું - કોરોના સામેની લડાઈ
દેશ કોરોના વાઈસરની માહામારી સામે લડી રહ્યો છે અને આ રોગે એક હજારથી વધુ લોકોને તેના ભરડામાં લીધા છે. કેન્દ્ર સરકારે લોકોને કોરોનાની લડાઈમાં આર્થિક મદદ કરવા અપીલ કરી છે ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 16 વર્ષની ખેલાડી રિચા ઘોષે પણ મદદ કરી છે. રિચાએ રૂપિયા 1 લાખનું દાન આપ્યુ છે.
16 વર્ષની મહિલા ક્રિકેટર રિચાએ કોરોના સામે લડવા આપ્યુ 1 લાખનું દાન
16 વર્ષિય રિચાના પિતાએ રૂ. એક લાખનો ચેક સિલિગુડી જિલ્લા મેજિસ્ટ્રેટને આપ્યો હતો. રિચાએ કહ્યું કે, દેશ અત્યારે કોવિડ-19 સામે લડાઈ લડી રહ્યો છે. વધુમાં રિચાએ કહ્યું કે, દેશના એક જવાબદાર નાગરિક તરીકે મેં મારા તરફથી થોડું યોગદાન આપ્યું છે.