એક વેબસાઈટે 63 વર્ષીય બોર્ડરેનો હવાલો આપતાં જણાવ્યું કે, હું સમજુ છું કે, વિરાટ કોહલી એક અલગ પ્રકારનો કેપ્ટન છે. તે ઘણો આક્રમક ખેલાડી છે અને ઉત્સાહિત ખેલાડી છે. આવા ખિલાડીઓથી ખબર પડે છે કે, તેમણે સારું કરવાનું જરૂર છે, કારણે વિરાટ બધાને મોં પર બોલે છે.
જાણો, એલન બોર્ડરે ક્યાં ત્રણ કેપ્ટનની કરી પ્રશંસા - Eoin Morgan
સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના મહાન બૅટ્સમૅન અલેન બોર્ડરે માને છે કે, ભારતના વિરાટ કોહલી, ઈંગ્લેન્ડના ઈયોન માર્ગન અને ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ પર 30મે થી શરુ થઈ રહેલા વિશ્વકપમાં બધાની નજર રહશે.
મોર્ગનની પ્રશંસા કરી
બોર્ડરે કહ્યું કે, મને લાગે છે કે, તેઓ સેમીફાઈનલ સુધી પહોચવામાં સફળ રહશે. મોર્ગન એક સારો ક્રિકેટર છે, તે સારા કેપ્ટનમાંથી એક છે. તેમની ટેક્નિક શાનદાર છે અને વર્તમાન સમયમાં તેમના ગેમ પ્લાનની વિરુદ્વ રમવું મુશ્કલે છે. ઓસ્ટ્રેલિયાની 178 વનડે મેચમાં કૅપ્ટનશીપ કરનાર મોર્ગનથી પ્રભાવિત થયા છે. બોર્ડરે કહ્યું કે, મને લાગે ઈગ્લેન્ડ સારું પ્રદર્શન કરશે.
'ઓસી' કેપ્ટન ફિંચની કરી પ્રશંસા
એરોન ફિંચ શાનદાર કામ કરે છે. તેમણે ટીમમાં સકારાત્મકતા ઉભી કરી છે. મને લાગે છે કે, તેમની કૅપ્ટનશીપની ખાસ વાત છે. બધા પોતાને જવાબદારીઓને જાણે છે. ફિંચે સારું કામ કર્યું છે. બોર્ડરે વધુમાં કહ્યું કે, ટેક્નિકલ રીતે હું વિચારું છું કે, કોહલી, મોર્ગન અને ફિંચ સારું પ્રદર્શન કરશે.