હરિયાણા: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યજુવેન્દ્ર ચહલે સગાઈ કરી લીધી છે. હરિયાણા રાજ્યના જીન્દ રહેવાસી ચહલે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને સગાઈ અંગે માહિતી આપી હતી. સગાઈ કર્યા બાદ આ યુગલે ફેન્સ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. યજુવેન્દ્ર ચહલે તેમના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ પર સગાઈની તસવીરો પણ પોસ્ટ કરી છે. આ તસવીરો સાથે યજુવેન્દ્રએ કેપ્શનમાં લખ્યું છે કે, અમારા પરિવારો સાથે અમે એક બીજાને હા પાડી.
ચહલે શનિવારે ધનશ્રી સાથે સગાઈ થઈ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી યુગલે પોતાના ચાહકો માટે તસવીરો પોસ્ટ કરી ખુશ ખબર આપી હતી. યજુવેન્દ્ર ચહલે ટ્વિ્ટર પર હાર્ટ ઇમોજી પોસ્ટ કરી #rokaceremon હેઝ ટેગ સાથે આ તસવીરો શેર કરી છે. ચહલે જે યુવતી સાથે સગાઈ કરી તેનું નામ ધનશ્રી વર્મા છે. ધનશ્રી વર્મા ડૉક્ટર, કોરિયોગ્રાફર અને યુટ્યુબર છે. યજુવેન્દ્ર ચહલ ખુદ સોશિયલ મીડિયા પર સક્રિય છે.