નવી દિલ્હી : કોરોના વાઇરસના ક્હેર વચ્ચે વિશ્વ એક દમ થંભી ગયું છે. આ તકે કેટલીક હસ્તીઓ કોરોના વાઇરસના કહેરને લઇ લોકોની વ્હારે આવી છે. આ વચ્ચે ક્રિકેટર પણ લોકોની મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. જેમાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને સમર્થન આપતા લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે.
કોવિડ-19ની લડતમાં શાહિદ આફ્રિદીના સપોર્ટમાં આવ્યો આ પ્લેયર, ટ્વીટ કરી લખ્યું... - કોરોના
યુવરાજ સિંહ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને સમર્થન આપતા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
કોવિડ-19ની લડતમાં શાહિદ આફ્રિદીના સપોર્ટમાં આવ્યો આ પ્લેયર
ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ટ્વિટર પર એક વીડિયો શેર કરતા લખ્યુ કે, 'આ કપરો સમય છે. આ સમય છે જ્યારે અમે એક બીજાની સાથે આવીએ, ખાસ કરીને જ્યા જરૂરત હોય. હું શાહિદ આફ્રિદી અને SAF સંસ્થાને સમર્થન કરૂ છું. મહેરબાની કરીને ડોનેટકોરોના ડોટ કોમ પર દાન કરો અને ઘરમાં રહો.'