ગુજરાત

gujarat

ETV Bharat / sports

યુવીની નિવૃત્તિને એક વર્ષ પૂર્ણ, સચિને ખાસ ટ્વીટ કરી લખ્યો ભાવુક સંદેશ - સચિન તેંડુલકર

દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજસિંહે ગયા વર્ષે ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું હતું. યુવીના નિવૃત્તિના એક વર્ષ પ્રસંગે સચિન તેંડુલકરે યુવી માટે ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.

Yuvraj Singh recalls his first meeting with Sachin Tendulkar
યુવીની નિવૃત્તિને એક વર્ષ પૂર્ણ, સચિને ખાસ ટ્વીટ કરી લખ્યો ભાવુક સંદેશ

By

Published : Jun 11, 2020, 5:55 PM IST

નવી દિલ્હી : ગત વર્ષે 10મી જૂને ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજસિંહે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. યુવરાજ સિંહની નિવૃત્તિનાં એક વર્ષ પૂરા થવાનાં પ્રસંગે #MissYouYuvi ટ્વિટર પર ટ્રેન્ડ થયું હતું.

આ પ્રસંગે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે યુવી સાથેની એક તસવીર શેર કરતી વખતે એક વિશેષ સંદેશ શેર કર્યો હતો. સચિને યુવરાજ સિંહની પહેલી મીટિંગ વિશે લખ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં સચિને લખ્યું હતું કે, યુવી, તમારી રમતની પહેલી ઝલક દુનિયાએ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોઇ હતી, પરંતુ તમારી સાથે મારી પહેલી મુલાકાત ચેન્નાઈના કેમ્પમાં થઈ હતી. તમે એથ્લેટ તરીકે ખૂબ જ ઝડપી હતા, મને ફક્ત એટલી જ ખબર પડી કે તમારી પાસે છગ્ગા ફટકારવાની અદભૂત ક્ષમતા છે અને તે સ્પષ્ટ છે કે તમે વિશ્વના કોઈપણ ક્ષેત્રમાં આ અદ્ભુત કળા બતાવી શકો છો. ઘણીવાર સાથે રમ્યા અને આવી ઘણી યાદગાર ક્ષણો શેર કરી. ભગવાન તમને આશીર્વાદ આપે અને યુવા પેઢીને આવી જ રીતે પ્રેરણા આપતા રહો.

યુવીની નિવૃત્તિને એક વર્ષ પૂર્ણ, સચિને ખાસ ટ્વીટ કરી લખ્યો ભાવુક સંદેશ

યુવરાજસિંહે સચિનનો આભાર માન્યો અને તેમની સાથેની તેમની પ્રથમ મુલાકાતને યાદ કરતાં કહ્યું કે, મને લાગે છે કે મેં ભગવાન સાથે હાથ મિલાવ્યો હતો. યુવરાજે લખ્યું કે, "આભાર માસ્ટર. મને હજુ યાદ છે જ્યારે હું તમને ચેન્નઈમાં મળ્યો હતો અને તમારી સાથે હાથ મિલાવ્યો હતો, ત્યારે મને લાગ્યું કે મેં ભગવાન સાથે હાથ મિલાવ્યો છે. તમે મારી મુશ્કેલ ક્ષણોમાં મને માર્ગ બતાવ્યો. તમે મારા જુસ્સામાં વિશ્વાસ કર્યો. હું તમારી સાથે ઘણી વધુ અદભૂત યાદો બનાવવાની રાહ જોઉ છું."

ABOUT THE AUTHOR

...view details