નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે હરભજનનો સાથ આપતાં પૂર્વ કોચ ગ્રેગ ચેપલને આડે હાથ લીધા છે. હરભજનને ચેપલ પર નિશાન સાધતાં તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ક્રિકેટનો સૌથી ખરાબ સમય ગણાવ્યો હતો.
ચેપલે એક આર્ટિકલમાં ધોની વિશે વાત કરતાં કહ્યું હતું કે, ધોનીને બોલને નીચે રાખી મારવાની સલાહ આપી હતી, ત્યાર બાદ હરભજને ટ્વીટ કર્યું હતું કે, 'ચેપલે ધોનીને બોલ નીચે રાખી મારવાની સલાહ આપી હતી, કારણ કે કોચ તે સમયે બધાને સ્ટેડિયમની બહાર મોકલી રહ્યાં હતા. તે એક અલગ જ ગેમ રહી રહ્યાં હતાં.'
આ સાથે યુવરાજે પરોક્ષ રીતે ચેપલ પર નિશાન સાધતાં લખ્યું હતું કે, 'ધોની અને યુવી અંતમાં કોઈ છક્કો નહીં મારે, માત્ર નીચે જ શોટ મારે.'
ગ્રેગ ચેપલ 2005થી 2007 દરમિયાન ભારતીય ટીમના કોચ હતાં. તેમનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો અને સીનિયર ખેલાડીઓ સાથે તેમના મતભેદ રહ્યાં હતાં, જે વખતે સીનિયર ખેલાડીમાં ભૂતપૂર્વ કેપ્ટન અને હાલના BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સામેલ હતાં.
ચેપલે એક ફાઉન્ડેશન સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'મને યાદ છે, જ્યારે મેં ધોનીને પહેલી વખત બેટિંગ કરતાં જોયો તો હું દંગ રહી ગયો હતો. તે સમયે ધોની ભારતમાંના સૌથી ચમકદાર ખેલાડીમાંના એક હતો. તે બધા ખેલાડીમાંથી સૌથા તાકતવર ખેલાડી હતો.'