હૈદરાબાદ: રોહિત શર્મા સાથે લાઈવ ચેટ દરમિયાન દલિત સમાજ વિરુદ્ધ જાતિવાચક ટિપ્પણી કરવા બદલ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ટ્વીટ કરી માફી માંગી છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે જાતિવાચક ટિપ્પણી માટે માફી માગી - Sports news
યુવરાજ સિંહે જણાવ્યું કે, “ હું ફક્ત મારા મિત્રો સાથે વાત કરી રહ્યો હતો પરંતુ મારી વાતોને ખોટી રીતે લેવામાં આવી જે અયોગ્ય છે. એક જવાબદાર ભારતીય નાગરિક હોવાના નાતે હું કહેવા માંગુ છું કે અજાણતા જ જો મારી વાતોથી કોઈને દુઃખ થયું હોય તો હું તેના માટે દિલગીર છું.”
પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે જાતિવાચક ટિપ્પણી માટે માફી માંગી
આ ટ્વીટમાં તેણે જણાવ્યું કે, "હું કોઈપણ પ્રકારની અસમાનતામાં વિશ્વાસ નથી ધરાવતો, પછી તે જાતિ, રંગ, ધર્મ, કે લિંગ ના આધાર પર જ કેમ ન હોય. હું ગૌરવપૂર્ણ જીવનમાં વિશ્વાસ રાખું છું અને પ્રત્યેક વ્યક્તિનું સન્માન કરું છું.
ઉલ્લેખનીય છે કે દલિત સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી ને લઈને યુવરાજ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ આ અંગે રોહિત શર્મા સાથેની તેની વાતચીતનો વીડિયો પણ સોશીયલ મીડીયા માં વાઈરલ થયો હતો.