નવી દિલ્હી: યુવરાજ સિંહે સચિન તેંડુલકર, રોહિત શર્મા અને હરભજન સિંહને ટ્વિટર પર એક ચેલેન્જ આપ્યી હતી. તેંડુલકરે આ પડકારનો જવાબ આપતા યુવરાજની આ ચેલેન્જ આંખે પાટો બાંધીને પુરી કરી હતી.
વીડિયોએ ટ્વિટ કરતા તેંડુલકરે લખ્યું કે, યુવી, તમે મને એક ખૂબ જ સરળ ચેલેન્જ આપી હતી. તેથી હું આ ચેલેન્જને તારા માટે થોડી વઘુ મુશ્કેલ બનાવું છું. મારા મિત્ર હવેે હું તને આ ચેલેન્જ આપું છું. કમ ઓન ડુ ઈટ. જો કે, તેંડુલકરે બાદમાં ખુલાસો કર્યો હતો કે, આંખે પાટા બાધ્યા પછી પણ તે જોઈ શકતો હતો. જેનો જવાબ આપતા યુવરાજે લખ્યું કે, મર ગયે.
યુવરાજે આ પહેલાના વીડિયોમાં બોલને બેટની કિનારીથી જગલ કરી રહ્યો હતો. જેના કેપ્શનમાં તેને લખ્યું કે, માસ્ટર બ્લાસ્ટર માટે સરળ, રોહિત શર્મા માટે કદાચ સરળ રહશે, પરંતુ હરભજન સિંઘ માટે એટલું સરળ નથી. ઓલ ધ બેસ્ટ.
યુવરાજે બોલને જગલ કરતી વખતે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે શક્ય તેટલો લાંબો સમય ઘરે રહેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. યુવરાજે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, આ પડકારજનક સમયમાં, હું #કોવિડ 19ના ફેલાવાને રોકવા માટે ઘરે રહેવા માટે પ્રતિબદ્ધ છું, અને જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી હું ઘરે જ રહીશ.
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરો કોરોના વાઈરસના રોગચાળાને કારણે માર્ચ મહિનામાં રમત સ્થગિત થયા બાદ ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તેમના સોશિયલ મીડિયાનો ભરપુર લાભ લઈ રહ્યા છે.