નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં ઘણા ખેલાડીઓએ યોગદાન આપ્યું છે. આ ક્રમમાં દિગ્ગજ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે રવિવારે જાહેરાત કરી કે, તે કોવિડ-19 મહામારી સામે લડવા માટે મદદ કરવા માટે PM CARES ફંડમાં 50 લાખ રૂપિયાનું દાન આપશે. દેશમાં અત્યાર સુધી આ મહામારીના કારણે 3,500થી વધુ લોકો સંક્રમિત અને 70થી વધુ લોકોનાં મોત થયાં છે. જેથી યુવરાજે આ મહામારી વિરુદ્ધ એકજૂટ રહેવા અપીલ કરી છે.
યુવરાજ સિંહનું ટ્વીટ
દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટના માધ્યમથી કહ્યું કે, હું પ્રધાનમંત્રી કંયર્સ ફંડમાં 50 લાખ રૂપિયા આપવાનો વાયદો કરૂં છું. મહેરબાની કરીને તમે પણ તમારાથી થતું યોગદાન આપો.