BCCIએ સક્રિય ખેલાડીઓને વિદેશી T-20 લીગમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી છે. યુવરાજ સિંહે સમગ્ર દેશની રમતનમાં ભાગ લેવા માટે સંન્યાસની જાહેરાત કરી છે. આ પહેલા સંન્યાસ લીધા બાદ વીરેન્દ્ર સિંહ સહેવાગ અને ઝાહીર ખાન જેવા ક્રિકેટર UAEમાં રમાયેલી T-20મેચમાં ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવા પાછળ યુવરાજે બતાવ્યું કંઈક આવું કારણ - #BCCI
નવી દિલ્લી : ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે થોડા દિવસો પહેલા જ સંન્યાસની જાહેરાત કરી છે. યુવરાજ સિંહે બોર્ડને એક પત્ર લખ્યો છે. આતંરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાંથી સંન્યાસ લીધા બાદ મને નથી લાગતું કે, બોર્ડને મંજૂરી આપવામાં કોઈ વાંધો હોય.
ગત્ત સપ્તાહ સંન્યાસની જાહેરાત સમયે યુવરાજ સિંહે કહ્યુ હતુ કે, તે વિદેશી T-20 લીગ રમશે. તેમણે કહ્યુ કે, હું T-20 કિક્રેટ રમવા માંગું છું. હું મનોરંજન માટે ક્રિકેટ રમી શકું છું. હું મારી જીંદગીનો આનંદ ઉઠાવવા માંગું છું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPL વિશે વિચારવું ઘણું તણાવપૂર્ણ છે.
ચંદીગઢમાં વર્ષ 1981માં જન્મેલ યુવરાજે ભારત માટે 40 ટેસ્ટ, 304 વન-ડે અને 58 T-20 મેચ રમી છે. ટેસ્ટમાં યુવરાજ સિંહે 3 સદી અને 11અર્ધશતકની મદદથી કુલ 1900 રન બનાવ્યા છે. જ્યારે વન-ડેમાં 14 સદી અને 52 અર્ધશતકની મદદથી 8701 રન બનાવ્યા છે.