ભારતીય ઓપનર શેફાલી વર્મા મહિલા T-20માં નંબર-1 બેટ્સમેન બની છે. બુધવારે ICCએ બેટ્સમેનનું રેન્કિગ લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં 19 સ્થાનની છંલાબ લગાવીને શેફાલી નંબર-1 બેટ્સમેન બની છે. શેફાલીએ માત્ર 18 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. મહિલા T-20 વિશ્વકપમાં 47, 46, 39 અને 29 રનની તૂફાની ઈનિંગ રમી છે. જે દરમિયાન સતત બે વાર મેન ઓફ ધ મેચ બની છે.
ICC Women T-20 રેકિંગમાં ભારતનો દબદબો, 16 વર્ષીય શેફાલી વર્મા નંબર-1 બેટ્સમેન - મહિલા T-20 વિશ્વકપ
ભારતીય ઓપનર શેફાલી વર્માએ T-20 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 16 વર્ષીય શેફાલી પોતાની તૂફાની બેટિંગના કારણે જાણીતી છે. શેફાલી વર્માની બેટિંગે ભારતને મહિલા T-20 વિશ્વકપમાં સેમિફાઇનલ સુધી પહોચાંડ્યું છે, ત્યારે પ્રથમવાર ભારતીય ટીમને વિશ્વકપ જીતવાની તક મળી છે.
મહિલા T-20 રેન્કિગમાં શેફાલી વર્મા 761 અંકની સાથે ટોચના સ્થાને છે. ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સ એક સ્થાનનું નુકસાન થતા બીજા સ્થાને આવી ગઇ છે. સૂઝીના 750 અંક છે. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે વિશ્વકપની સેમિફાઈનલ ગુરુવારે રમાશે. શેફાલીએ વિશ્વકપમાં 4 ઈનિંગમાં 161 રન બનાવ્યાં છે.
મહત્વનું છે કે, ICCની રેન્કિંગ પ્રમાણે શેફાલી મહિલા T-20 બેટ્સમેનમાં નંબર-1 બનનાર મિતાલી રાજના પછી બીજી ભારતીય છે. ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાને બે સ્થાનનું નુકસાન થયું છે. મંધાના છઠ્ઠા સ્થાને આવી ગઇ છે.