ICCએ કહ્યું કે, હવેથી સૌથી વધારે બાઉન્ડ્રી વાળી ટીમને વિજેતા જાહેર કરવાના નિયમનો ઉપયોગ કરવામાં નહી આવે. વિશ્વ કપ 2019ની ફાઈનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચ 50 ઓવરમાં ટાઇ થઈ હતી. જે બાદ સુપર ઓવરમાં મેચ ટાઈ થઈ હતી. જે બાદ સૌથી વધારે બાઉન્ડ્રી મારનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. જે બાદ ઘણો વિવાદ થયો હતો.
ક્રિકેટ વિશ્વકપની ફાઈનલની ઘટના બાદ ICC પર પ્રશંસકો અને ભૂતપૂર્વ ખેલાડીઓનો ગુસ્સો ઠલવાયો હતો. હવે જોકે તે નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે.