ગુજરાત

gujarat

ETV Bharat / sports

CWC19: ભારતની શ્રીલંકા પર 7 વિકેટે શાનદાર જીત - SRilanka

ન્યૂઝ ડેસ્કઃ લીડ્સના હેડિંગ્લે મેદાનમાં રમાઈ હતી, ભારત-શ્રીલંકાની મૅચમાં શ્રીલંકાએ પ્રથમ બૅટિંગ કરી ભારતને 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેનો પીછો કરતા ભારતે 3 વિકેટ ગુમાવિને 265 રન બનાવામાં સફળતા મેળવી હતી.

CWC19: ભારતની શ્રીલંકા પર 7 વિકેટે શાનદાર જીત

By

Published : Jul 6, 2019, 9:40 PM IST

Updated : Jul 6, 2019, 11:14 PM IST

આ જીતની સાથે જ ભારત પોઈન્ટ ટેબલ પર પ્રથમ નંબરે પહોચી ગયુ છે.

પોઈન્ટ ટેબલ પર ભારત નંબર-1

ભારતએ શ્રીલંકાને 7 વિકેટ હરાવ્યુ છે, ભારતીય ટીમમાં ઓપનિંગ બેટ્સમેન રોહીતે 103 રન બનાવ્યા હતા, જ્યારે રાહુલે 111 રન બનાવ્યા હતા, ભારતની પહેલી વિકેટ 189 રને પડી હતી, મીડલ ઓર્ડરમાં કોહલી 34 રન બનાવી નાબાદ રહ્યો હતો, જ્યારે પંત 4 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે હાર્દિક પાંડ્યા 7 રન બનાવી નાબાદ રહ્યો હતો.

રોહીતે 103 રન બનાવ્યા હતા

ભારતીય ટીમની શરૂઆત સારી થઇ હતી પહેલા બેટીંગમાં ઉતરેલા રોહીત શર્મા અને રાહુલએ 189 રન બનાવ્યા હતા, ત્યારબાદ વિરાટ કોહલી મેદાનમાં આવ્યા હતા અને 34 રન બનાવી નોટઆઉટ રહ્યા હતા, જ્યારે રાહુલ 111 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે રોહીત 103 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે પંત 4 રન બનાવી આઉટ થયા ભારતની ત્રીજી વિકેટ પડી હતી. જ્યારે હાર્દિક પાંડ્યાએ 7 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

CWC19: ભારતની શ્રીલંકા પર 7 વિકેટે શાનદાર જીત

આ સદીની સાથે રોહિત શર્મા વર્લ્ડકપમાં સૌથી વધુ સદી કરનાર ક્રિકેટર બન્યો છે, જ્યારે વર્લ્ડકપમાં સૌથી વધુ કરનાર સદીમાં શ્રીલંકાના કુમાર સંગાકારાએ 4 સદી કરી હતી, આજે રોહિતે 5મી સદી કરીને તેનો રેકોર્ડ તોડ્યો છે. વર્લ્ડકપમાં 5 સેન્ચૂયુરી કરનાર રોહીત શર્મા એકમાત્ર ખેલાડી બન્યો છે.

CWC19: ભારતની 7 વિકેટે શાનદાર જીત

શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 55 રને શ્રીલંકાની ચાર વિકેટ પડી ગઈ હતી.

CWC19: ભારતની 7 વિકેટે શાનદાર જીત

ત્યારબાદ શ્રીલંકાના થિરિમાને અને એંજેલો મેથ્યુસે પારી સંભાળી હતી અને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. મૈથ્યુજે પોતાનું પ્રથમ શતક ફટકાર્યું છે. જેના હિસાબે શ્રીલંકાની ટીમ 264 રન સુધી પહોંચી શકી હતી.

શ્રીલંકાએ પ્રથમ બૅટિંગ કરી ભારતને 265 રનનો લક્ષ્યાંક આપ્યો
Last Updated : Jul 6, 2019, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details