દુબઇઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) 2022 માં ન્યૂઝીલેન્ડમાં થનારા મહિલા વિશ્વ કપનો કાર્યક્રમ મંગળવારે જાહેર કર્યો છે. વનડે વિશ્વ કપ ચાર માર્ચથી ત્રણ એપ્રિલ સુધી રમવામાં આવશે.
મહિલા વિશ્વ કપ 2020 નો કાર્યક્રમ જાહેર
આઇસીસી વેબસાઇટના રિપોર્ટ અનુસાર, વનડે વિશ્વ કપમાં ભારતીય ટીમે પહેલો મૅચ છ માર્ચે ક્વોલીફાયર ટીમ સાથે રમશે. ભારતીય મહિલા ટીમ ગ્રુપ ચરણમાં સાત મૅચ રમશે અને તેમાંથી તે ત્રણ મૅચ ટીમ ક્વોલીફાયર સામે રમશે. ક્વોલીફાયર ટીમની જાહેરાત થવાની બાકી છે.
ભારતનો પહેલો મૅચ ક્વોલીફાયર ટીમ સાથે રમાશે
ભારતીય ટીમને ગ્રુપ ચરણમાં મેજબાન ન્યૂઝીલેન્ટ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડની ટીમો સાથે સામનો થશે. ભારતીય ટીમ 10 માર્ચે મેજબાન ન્યૂઝીલેન્ડ સામે, 12 માર્ચે ક્વોલીફાયર ટીમ સામે, 16 માર્ચે ઇંગ્લેન્ડ સામે, 19 માર્ચે ઓસ્ટ્રેલિયાની સામે, 22 માર્ચે ક્વોલીફાયર ટીમ સામે અને 27 માર્ચે દક્ષિણ આફ્રિકાની સામે રમશે.
2022 મહિલા વિશ્વ કપનો સેમીફાઇનલ મૅચ વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચમાં રમવામાં આવશે. ક્રાઇસ્ટચર્ચમાં જ ફાઇનલ પણ રમાશે.