ગુજરાત

gujarat

ETV Bharat / sports

મહિલા T-20 વિશ્વકપ: ફાઈનલમાં ભારતની હાર, વિરાટ-સચિને ટીમ માટે જાણો શું કહ્યું... - વિરાટ કોહીલ ન્યૂઝ

મહિલા T-20 વિશ્વકપની ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 85 રને પરાજય થયો હતો. જે બાદ ભારતીય ખેલાડીઓ ટીમને પ્રોત્સાહન આપી રહ્યાં છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે, T-20 વિશ્વકપમાં જીત માટે ઓસ્ટ્રેલિયાની ટીમે અભિનંદન. ભારતીય ટીમ માટે આ દિવસ ખરાબ રહ્યો. આપણી ટીમ પાસે યુવા ખેલાડી છે અને મજબૂત ટીમ છે, જલ્દી જ વાપસી કરશે.

womens
મહિલા

By

Published : Mar 9, 2020, 8:35 AM IST

નવી દિલ્હી: ભારતીય પુરુષ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સચિન તેંડુલકર મહિલા T-20 વિશ્વકપમાં ભારતનું પ્રદર્શનની પ્રશંસા કરી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે, T-20 વિશ્વકપમાં જીત માટે ઓસ્ટ્રેલિયાની ટીમે અભિનંદન. ભારતીય ટીમ માટે આ દિવસ ખરાબ રહ્યો. આપણી ટીમ પાસે યુવા ખેલાડી છે અને મજબૂત ટીમ છે, જલ્દી જ વાપસી કરશે.

સચિનનું ટ્વીટ

વિરાટ કોહલીએ ટ્વીટ કરતા કહ્યું કે, T-20 વિશ્વકપમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્રયત્ન પર ગર્વ છે. મને આશા છે કે, આપણી છોકરીઓ મજબૂત થઇને વાપસી કરશે.

વિરાટનું ટ્વીટ

મહિલા T-20 વિશ્વકપની ફાઈનલ મેચમાં ટોસ હારીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 184 રન બનાવ્યાં હતા. ઓપનર એલિસા હિલી (75) અને બેથ મૂની (78) બંનેની વચ્ચે 115 રનની ભાગેદારી થઇ હતી. જેના જવાબમાં ભારતીય ટીમ 99 રને ઓલઆઉટ થઇ હતી.

ફાઈનલ

આ અંગે ભારતીય કેપ્ટન હરમનપ્રીમ કૌરે કહ્યું કે, મને હજુ પણ આપણી ટીમમાં વિશ્વાસ છે. આવનારા 1.5 વર્ષ અમારા માટે મહત્વપૂર્ણ છે અને આપણું ભવિષ્ય અમારા માટે મહત્વપૂર્ણ છે. અમારે પોતાના પર વિશ્વાસ કરવા અને પ્રદર્શન સુધારવાની જરૂર છે, ખાસ કરીને ફીલ્ડિંગમાં. અમારે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details