ગુજરાત

gujarat

ETV Bharat / sports

Women's T20 World Cup: પૂનમ યાદવની ગૂગલીએ બાંગ્લાદેશને અપાવી માત, ભારતની 18 રને જીત - મહિલા T-20 વર્લ્ડ કપ

મહિલા T-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પોતાના બીજા મૅચમાં બાંગ્લાદેશને 18 રનથી હરાવ્યું છે. ભારત માટે પૂનમ યાદવે 3 વિકેટ લીધી છે.

ETV BHARAT
Women's T20 World Cup: પૂનમ યાદવની ગૂગલીએ બાંગ્લાદેશને અપાવી માત, ભારતની 18 રને જીત

By

Published : Feb 24, 2020, 9:00 PM IST

પર્થ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમવામાં આવેલા મહિલા T-20 વર્લ્ડ કપ મૅચમાં ભારતે બાંગ્લાદેશને 18 રને માત આપી છે. પર્થના WACA સ્ટેડિયમમાં રમવામાં આવેલા આ મૅચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. જેમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 143 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેનો પીછો કરવામાં બાંગ્લાદેશ માત્ર 124 રન બનાવી શક્યું હતું.

ભારત તરફથી બૅટ્સમેન શેફાલી વર્માએ 39 રન બનાવ્યા હતા. જ્યારે જેમિમા રોડ્રિગ્સ 34 રન, તાનિયા ભાટિયાએ 2 રન, હરમનપ્રીત કોર 8 રન, દિપ્તી શર્મા 11 રન, ઋચા ઘોષ 14 રન, વેદા કૃષ્ણમૂર્તી 20 રન અને શિખા પાંડેએ 7 રન બનાવ્યા હતા.

ભારતનો પીછો કરનારી બાંગ્લાદેશનની ટીમમાં શમિમા સુલ્તાના 3 રન, મુશિર્દા ખાતૂન 30 રન, સંજીદા ઈસ્લામ 10 રન, નિગાર સુલ્તાના 35 રન, ફાગુર્ના હક 0 રન, ફહીમા ખાતૂન 17 રન, જહાનારા આલમ 10 રન, રૂમાના અહમદ 13 રન, સલ્મા ખાતૂન 2 રન અને નાહિદા અક્તરે 2 રન બનાવ્યા હતા.

ભારત માટે સૌથી વધુ પૂનમ યાદવે 3 વિકેટ લીધી હતી. શિખા પાંડે, અરૂંધતી રેડ્ડીએ 2-2 વિકેટ અને રાજેશ્વરી ગાયકવાડે 1 વિકેટ લીધી હતી.

બન્ને ટીમ

ભારત: શેફાલી વર્મા, તાનિયા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કોર, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ, વેદા કૃષ્ણમૂર્તિ, શિખા પાંડે, અરૂંધતિ રેડ્ડી, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ.

બાંગ્લાદેશ: મૂશિર્દા ખાતુન, શમીમા સુલ્તાના, સંજીદા ઈસ્લામ, નિગાર સુલ્તાના, ફરગાના હોક, રૂમાના અહમદ, સલમા ખાતુન, ફહીમા ખાતુન, જહાન આલમ, પન્ના ઘોષ, નહીદા એક્ટર.

ABOUT THE AUTHOR

...view details