સિડની: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા T-20 વર્લ્ડકપની પહેલી સેમિફાઇનલમાં વરસાદના લીધે રદ થઇ છે. ભારતને ગ્રુપ સ્ટેજમાં વધુ પોઈન્ટ્સ હોવાથી ફાઇનલમાં સ્થાન મળ્યું છે. ભારત ગ્રુપ-Aમાં ચારેય મેચ જીત્યું હતું. જેથી ગ્રુપ સ્ટેજમાં 8 પોઈન્ટ્સ હતાં. જ્યારે ઇંગ્લેન્ડ 4માંથી 3 મેચ જીત્યું હતું અને એટલે એના 6 પોઈન્ટ્સ હતા. ટીમ ઇન્ડિયા 8 માર્ચના રોજ ફાઇનલ રમવા મેદાને ઉતરશે ત્યારે કેપ્ટન હરમનપ્રીત કોરનો જન્મદિવસ છે, તેમજ વુમન્સ ડે પણ છે.
મહિલા T-20 વિશ્વકપઃ વરસાદને લીધે મેચ રદ, ભારત કેપ્ટન હરમનના જન્મદિવસે અને વુમન્સ ડે પર પહેલીવાર ફાઇનલ રમશે
આજે મહિલા T-20 વિશ્વકપની સેમિફાઈનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર થવાની હતી. આ મેચ વરસાદને લાધે ધોવાઈ ગઈ છે. આમ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા T-20 વર્લ્ડકપની પહેલી સેમિફાઇનલમાં વરસાદના લીધે રદ થઇ છે. ભારતને ગ્રુપ સ્ટેજમાં વધુ પોઈન્ટ્સ હોવાથી ફાઇનલમાં સ્થાન મળ્યું છે. ઓછામાં પૂરૂ મેચ રદ થવાથી ભારતીય ટીમ સીધી મહિલા T-20 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ટોપનું સ્થાન મેળવ્યું છે.
ભારતે મહિલા T-20 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરતા ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી હતી. આઠ પોઈન્ટની સાથે ભારતે ગ્રુપ-Aમાં ટોચના સ્થાને રહી હતી. ટૂર્નામેન્ટમાં ભારત તરફથી ઓપનર શેફાલી વર્માએ 4 મેચમાં 161 રન બનાવ્યાં છે. જેના કારણે ICC T-20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બની છે. શેફાલી વર્મા વિશ્વકપમાં સૌથી વધારે રન બનાવવામાં ઈંગ્લેન્ડની નતાલી સ્કિવર (200) અને હિથર નાઈટ (193) બાદ ત્રીજા સ્થાને છે.
ઈંગ્લેન્ડે ગ્રુપ Bમાં ત્રણ મેચ જીતી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની નતાલીએ વિશ્વકપમાં ત્રણ ફિફ્ટીની મદદથી 202 બનાવ્યાં છે. ભારત માટે તે એક પડકાર બની શકે છે. ઈંગ્લેન્ડની બોલિંગમાં સ્પિનર સોફી એકલેસ્ટોન (8 વિકેટ) અને ફાસ્ટ બોલર આન્યા શ્રુબસોલ (7 વિકેટ) ઝડપી વિશ્વકપમાં સફળ બોલર છે. હવે વરસાદના કારણે સેમિફાઈનલ રદ થઈ છે તો, ભારત અને દક્ષિણ આફ્રિકાની ફાઈનલ પહોંચવાની સંભાવના છે.