ન્યૂઝ ડેસ્ક : મહિલા T-20 વર્લ્ડ કપમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે મેલબોર્નમાં ફાઇનલ રમાશે. સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા ગ્રુપ પોઈન્ટ્સના આધારે ફાઇનલમાં પહોંચી. ઇંગ્લેન્ડ સામે તેની મેચ વરસાદના લીધે રદ થઇ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ લુઈસ સ્ટર્ન નિયમના આધારે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.
Women's Day : મહિલા T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે - world- cup finel
મહિલા T-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ મેલબર્નમાં 8 માર્ચના રોજ રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. જો ભારતીય ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી તો T-20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ભારતીય ટીમ બનશે.
etv bharat
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ICC મહિલા T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં અમ્પાયરની પણ નિયુક્તિ કરવામાં આવી છે. કૉટન અને રજા સિવાય વેસ્ટઈન્ડીઝના ગ્રેગોરી બ્રાથવેટ આ મેચની અમ્પાયર રહેશે.
ICC મહિલા T-20 વર્લ્ડ કપ Women's Dayના દિવસે રમાશે. આંતરાષ્ટ્રીય મહિલા દિવસે એટલે 8 માર્ચે ફાઈનલ રમાશે. આ દિવસે ભારતીય કેપ્ટન હરમનપ્રીમ કૌરનો જન્મદિવસ પણ છે.