ગુજરાત

gujarat

ETV Bharat / sports

લાળના ઉપયોગ વગર પણ રિવર્સ સ્વિંગ કરી શકું છું: મોહમ્મદ શમી - લાળ પર પ્રતિબંધ

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મંગળવારે કહ્યું કે લાળ પર સૂચિત પ્રતિબંધ હોવા છતાં પણ તે બોલને રિવર્સ સ્વિંગ કરી શકે છે. જો કે બોલની ચમક બરકરાર રહેવી જોઇએ.

Shami says he can get reverse swing if shine is maintained
લાળના ઉપયોગ વગર પણ રિવર્સ સ્વિંગ કરી શકુ છું: મોહમ્મદ શમી

By

Published : Jun 3, 2020, 5:56 PM IST

નવી દિલ્હી: ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મંગળવારે કહ્યું કે, લાળ પર સૂચિત પ્રતિબંધ હોવા છતાં પણ તે બોલને રિવર્સ સ્વિંગ કરી શકે છે, જો કે બોલની ચમક બરકરાર રહેવી જોઇએ.

કોરોના વાઇરસને કારણે સ્થગિત કરાયેલી રમતો હવે ફરી શરૂ થવા જઇ રહી છેે, ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે.

લાળના ઉપયોગ વગર પણ રિવર્સ સ્વિંગ કરી શકુ છું: મોહમ્મદ શમી

નિષ્ણાતોના મતે બોલ પર થૂંક અથવા લાળનો ઉપયોગ કરવાથી કોવિડ-19ના ચેપનું જોખમ વધશે.

રોહિત જુગલાન સાથે ઈંસ્ટાગ્રામ ચેટ દરમિયાન શમીએ કહ્યું, "ત્યાં મુશ્કેલીઓ હશે, આપણે નાનપણથી જ લાળનો ઉપયોગ કરીએ છીએ. જો તમે ઝડપી બોલર છો, તો પછી તમે આપોઆપ જ લાળનો ઉપયોગ બોલને ચમકાવવા માટે કરો છો. પણ હા, જો તમે ડ્રાય બોલની ચમકને જાળવી શકો તો તે નિશ્ચિતપણે રિવર્સ સ્વિંગ થશે.

લાળના ઉપયોગ વગર પણ રિવર્સ સ્વિંગ કરી શકુ છું: મોહમ્મદ શમી

પૂર્વ ભારતીય દિગ્ગજ અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી આઈસીસી ક્રિકેટ સમિતિએ કહ્યું હતું કે ખેલાડીઓ બોલને ચમકાવવા માટે પરસેવાનો ઉપયોગ કરી શકે છે. પરંતુ શમીએ કહ્યું કે આનાથી ઝડપી બોલરને મદદ થશે નહીં.

શમીએ વધુમાં કહ્યું, "પરસેવો અને લાળ જુદી રીતે કામ કરે છે. મને નથી લાગતું કે તેનાથી મદદ મળશે. મેં ક્યારેય લાળ વગર બોલિંગનો પ્રયાસ કર્યો નહીં, પરંતુ હવે કોરોના વાઇરસના રોગને લીધે લાળનો ઉપયોગ બંધ કરવો અત્યંત અનિવાર્ય છે.

ધોની વિશે વાત કરતા શમીએ કહ્યું કે, ખેલાડીઓને મેદાનની અંદર અને બહાર મહેન્દ્ર સિંહ ધોનીની કમી મહેસુસ થાય છે. તેણે કહ્યું, "હું તેમના નેતૃત્વ હેઠળ આઇપીએલ સિવાયના દરેક ફોર્મેટમાં રમ્યો છું. જ્યાં સુધી માર્ગદર્શનનો સવાલ છે, તે હંમેશાં તેના સાથી ખેલાડીઓની સાથે એવી રીતે વર્તે છે કે તમને એવુ લાગશે જ નહી કે તે એમએસ ધોની છે."

ABOUT THE AUTHOR

...view details