હૈદરાબાદ: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે માઠા સમાચાર આવી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ત્રણ વર્ષના કરાર બાદ વકાર યુનુસે જાણાવ્યું કે, "એક વર્ષ પછી હું બોલિંગ કોચ તરીકે પોતાની સમિક્ષા કરીશ.
પાકિસ્તાનના બોલિંગ કોચ પદેથી રાજીનામું આપી શકે છે વકાર યુનુસ - વકાર યુનુસ પાકિસ્તાન બોલિંગ કોચના પદ પરથી આપી શકે છે રાજીનામુ
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વર્તમાન બોલિંગ કોચ વકાર યુનુસના જાણાવ્યા અનુસાર, જો નિર્ધારીત કરેલું લક્ષ્ય પાપ્ત નહીં કરી શકે તો પોતે બોલિંગ કોચના પદ પરથી રાજીનામુ આપી શકે છે.
એક યુ-ટયુબ ચેનલ સાથે વાતચીત દરમિયાન વકાર યુનુસે જાણાવ્યુ કે, એક વર્ષ પછી હું બોલિંગ કોચ તરીકે પોતાની સમિક્ષા કરીશ. વધુ સ્પષ્ટતા આપતા વકારે કહ્યું કે, "જો મને લાગશે કે આ પદ માટે હું યોગ્ય નથી તો હું પાકિસ્તાન બોલિંગ કોચ પદેથી રાજીનામુ આપીશ. મારી પાસે ત્રણ વર્ષનો કરાર છે. હું આ સમયગાળા દરમિયાન યુવા ફાસ્ટ બોલરોને મદદ કરવાની ઈચ્છ રાખુ છું."
વકાર યુનુસે વધુ વાતચીત કરતા જાણાવ્યું કે,"મારી યોજના મુજબ ટેસ્ટ મેચ માટે સ્ટ્રોંગ બોલિંગ એટેક તૈયાર કરવા ઉપરાંત વ્હાઈટ બોલ ક્રિકેટ મેચ માટે રોટેશન પદ્વતિ અપનાવશે. તેમજ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓનું જ સિલેક્શન કરવામાં આવશે. ગત ઓક્ટોબરમાં પાકિસ્તાન બોલિંગ કોચનુ પદભાર સંભાળ્યા બાદ પોતે સંતુષ્ટ છે."