ગુજરાત

gujarat

ETV Bharat / sports

સલીમ મલિક શંકાસ્પદ બેઠકો અંગે જવાબ આપે: PCB

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના એક સૂત્રએ કહ્યું કે, 'બોર્ડે 2000માં સલીમ મલિક પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ યુકેમાં તેમની કેટલીક બેઠકો થઈ હતી, જેનાથી ICC પણ વાકેફ છે, જેણે આ બેઠકોના હેતુ પર શંકા થઈ હતી. જેથી સલીમ મલિક આ બેઠકો વિશે જવાબ આપે.

By

Published : Apr 25, 2020, 7:31 PM IST

will-not-accept-moving-asia-cup-to-accommodate-ipl-pcb-ceo
સલીમ મલિક શંકાસ્પદ બેઠકો અંગે જવાબ આપે: PCB

કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સલીમ મલિક પાકિસ્તાન ક્રિકેટની કોઈપણ ક્રિકેટ પ્રવૃત્તિનો ભાગ બની શકશે નહીં, કારણ કે તેઓ બ્રિટનમાં યોજાયેલી કેટલીક બેઠકો અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને માહિતી આપી શક્યા નથી. જોકે, દેશની નીચલી અદાલતે મેચ ફિક્સિંગના કારણે તેમના પર લાદવામાં આવેલા આજીવન પ્રતિબંધના ચૂકાદાને બદલી નાંખ્યો છે.

પીસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, મલિક માટે વર્ષ 2013માં જાહેર કરેલી નોટિસનો હજુ સુધી જવાબ આપ્યો નથી, 2000માં પ્રતિબંધ મૂકાયા બાદ તેમણે જે બેઠકો કરી હતી. આ બેઠકો અંગે માહિતી માંગી હતી. સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “મલિકે હજી સુધી એ નોટિસનો જવાબ આપ્યો નથી. જેથી પીસીબી અને આઈસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ)ને સ્પષ્ટ નિવેદન આપવા કહ્યું છે. આવા સંજોગોમાં મલિકે ક્રિકેટ પ્રવૃત્તિમાં સામેલ થઈ શકશે નહીં.

મલિકે બુધવારે કહ્યું કે, 2000માં બોર્ડ દ્વારા મને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ યુકેમાં કેટલીક બેઠકો પર આઈસીસી વાકેફ છે, જે આ બેઠકોના હેતુઓ પર શંકા થઈ હતી. હું સંચાલકોને વિનંતી કરું છું કે, મેચ ફિક્સિંગને કારણે મારા પર લાદવામાં આવેલ આજીવન પ્રતિબંધને હટાવો. જેથી હું મારું કોચિંગનું સપનું પૂર્ણ કરી શકું.

ABOUT THE AUTHOR

...view details