નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ બુધવારે કહ્યું કે, હવે જ્યારે ક્રિકેટની વાપસી થશે, ત્યારે ખેલાડીઓને ઓછામાં ઓછો એક મહિનાનો સમય તૈયારી કરવામાં લાગશે, ત્યારે જ ખેલાડી ઘરેલુ અથવા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકશે, પરંતુ આ બધું જો કોરોનાની વેક્સીન મળશે તો જ સંભવ થશે.
ક્રિકેટની વાપસી પર રહાણે કહ્યું- વિકેટ લીધાની ઉજવણી કરવા માટે 'નમસ્તે' કહેવું પડશે - કોરોના પર રહાણે કહ્યું
ક્રિકેટર અજિક્ય રહાણેએ કહ્યું કે, કોવિડ-19 પછી મેદાનમાં ક્રિકેટ રમવી એ અલગ હશે. જેમાં ખેલાડીઓ વિકેટની ઉજવણી કરવા હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કહેશે.
રહાણેએ કહ્યું કે, મેચમાં જ્યારે વિકેટ પડે ત્યારે આપણે જૂની રીતે ઉજવણી કરવી પડશે. કદાચ અમારે પોતાની જગ્યાએ તાળી પાડીને જ ખુશી વ્યક્ત કરવાની રહેશે. જ્યારે પણ કોરોના પછી ક્રિકેટની વાપસી થશે, ખેલાડીઓ વિકેટની ઉજવણી કરવા માટે હાથ મિલાવવાને બદલે એકબીજાને નમસ્તે કહેશે.
એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરતા કહ્યું કે, હું અત્યારે ઘરે ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છું. જેના માટે યોગ અને કરાટે કરું છું. મને ટ્રેનરે એક ટ્રેનિંગ પ્રોગ્રામ આપ્યો છે. હું તેના હિસાબે ટ્રેનિંગ કરી રહ્યો છું.