ગુજરાત

gujarat

ETV Bharat / sports

ગાંગુલી ICC અધ્યક્ષ બનશે તો મારા પર લાગેલા બેન વિરુદ્ધ ફરી અપીલ કરીશ: દાનિશ કનેરિયા - આઇસીસી અધ્યક્ષ

પાકિસ્તાનના પ્રતિબંધિત લેગ સ્પિનર ​​દાનિશ કનેરિયાએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના પ્રમુખ તરીકે નિમણૂકને સમર્થન આપ્યું છે.

Will appeal against life ban if Ganguly becomes ICC President
ગાંગુલી ICC અધ્યક્ષ બનશે તો મારા પર લાગેલા બેન વિરુદ્ધ ફરી અપીલ કરીશ: દાનીશ કનેરિયા

By

Published : Jun 7, 2020, 9:36 PM IST

નવી દિલ્હી: પાકિસ્તાનના પ્રતિબંધિત લેગ સ્પિનર ​​દાનિશ કનેરિયાએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ના પ્રમુખ તરીકે નિમણૂકને સમર્થન આપ્યું છે.

કનેરિયાએ કહ્યું કે, જો ગાંગુલી આઈસીસીના અધ્યક્ષ બને છે, તો તે ફરીથી આઈસીસીમાં તેમના પર લાદવામાં આવેલા આજીવન પ્રતિબંધની વિરુદ્ધ અપીલ કરશે.

ગાંગુલી ICC અધ્યક્ષ બનશે તો મારા પર લાગેલા બેન વિરુદ્ધ ફરી અપીલ કરીશ: દાનીશ કનેરિયા

કનેરિયાએ એક ન્યૂઝ ચેનલને કહ્યું, "હું (ગાંગુલી) ને અપીલ કરીશ અને મને ખાતરી છે કે આઇસીસી મારી દરેક રીતે મદદ કરશે. સૌરવ ગાંગુલી એક મહાન ક્રિકેટર રહ્યા છે. આઈસીસી પ્રમુખની ભૂમિકા માટે આનાથી વધુ સારા ઉમેદવાર કોઇ નથી. "

તેમણે કહ્યું, "ગાંગુલીએ શાનદાર રીતે ભારતીય ટીમનું કેપ્ટન તરીકે નેતૃત્વ કર્યું હતું અને ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીએ ટીમને આગળ વધારી. તેઓ હાલમાં બીસીસીઆઈ અધ્યક્ષ છે અને હું માનું છું કે તે ક્રિકેટને આગળ લઇ શકે છે અને તે આઈસીસી પ્રમુખ જરૂર બનશે. "

કનેરિયાએ વધુમાં કહ્યું કે, આઈસીસી પ્રમુખ બનવા માટે તેમને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સમર્થનની પણ જરૂર નથી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનરે કહ્યું કે, "ગાંગુલી પાસે પોતાના માટે એક મજબૂત મામલો છે. મને નથી લાગતું કે તેમને પીસીબીના સમર્થનની જરૂર પડશે. અગાઉ, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે આગામી આઈસીસી પ્રમુખ તરીકે ગંગુલીના નામની ભલામણ કરી હતી."

મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાન તરફથી 261 ટેસ્ટ વિકેટ લેનારા કનેરિયા કરતા ફક્ત વસીમ અકરમ, વકાર યુનિસ અને ઇમરાન ખાન જ આગળ છે.

કનેરિયા પર એસ્સેક્સનું પ્રતિનિધિત્વ કરતા સ્પોટ ફિક્સિંગ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં લેગ સ્પિનરે આરોપને નકારી દીધો હતો, પરંતુ 2018 માં તેણે આખરે કબૂલાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details