ગુજરાત

gujarat

ETV Bharat / sports

16 વર્ષીય ઋચા ઘોષ ભારત માટે T-20 વિશ્વકપ રમશે

કોલકાતા: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષે ફેબ્રુઆરીમાં T-20 વિશ્વકપ રમશે. વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓની વચ્ચે સારુ સંતુલન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક એવા ટેલેન્ટને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જે ભવિષ્યમાં પણ ભારત માટે સારુ પ્રદર્શન કરી શકશે.

cricket
ક્રિકેટ

By

Published : Jan 13, 2020, 1:15 PM IST

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં રિચા ઘોષની પસંદગી કરવામાં આવી છે. રિચા સચિનની ફેન છે, પરંતું ધોનીની જેમ સિક્સ મારવાની કોશિશ કરતી રહે છે.

ઋચા ઘોષ

આ અંગે રિચાએ કહ્યું કે, મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે, આ બધુ આટલું જલ્દી થઇ જશે. ભારતીય ટીમમાં પંસદગી થવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. રિચાએ કહ્યું કે, મારા પહેલા આદર્શ હમેશા મારા પિતા રહ્યાં છે. જેમણે મને ક્રિકેટ રમતા શીખવાડ્યું. જે બાદ સચિન તેંડુલકર મારા હંમેશા આદર્શ રહેશે.

રિચાએ કહ્યું કે, મને ધોનીની જેમ સિક્સ મારવી પંસદ છે, સિક્સ ફટકારવાનો પ્રયત્ન કરતી રહું છું. બોલર કોઈ પણ હોય, બેટ હાથમાં હોય તો, કંઇ પણ કરી શકું છું. બંગાળની ટીમમાં રિચા ઝુલન ગોસ્વામીનો સાથ મળતો રહ્યો છે.

ભારતીય મહિલા ટીમ (T-20 વિશ્વ કપ)

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાન, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિંગ્સ, હરલીન દેઅલ, દિપ્તી શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, ઋચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકિપર), પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રકાર, અરુંધતિ રેડ્ડી

ભારતીય મહિલા ટીમ (ત્રિકોણીય સીરિઝ)

ભારતીય મહિલા ટીમ (T-20 વિશ્વ કપ): હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાન, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિંગ્સ, હરલીન દેઅલ, દિપ્તી શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, ઋચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકિપર), પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રકાર, અરુંધતિ રેડ્ડી, નુજ્હત પરવીન

ABOUT THE AUTHOR

...view details