- કોઈ પણ સંભવિત હોસ્ટિંગ દેશ પાસેથી ધનરાશિના માગ સામે BCCIનો વિરોધ
- ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠકનું આયોજન કરાયું હતું
- હોસ્ટિંગ દેશ પાસેથી ધનરાશિની માગ કરવાના વિચારનો સંપૂર્ણ વિરોધ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ આઈસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા 2023થી 2031 આઠ વર્ષના ચક્ર દરમિયાન વૈશ્વિક ટૂર્નામેન્ટ યોજવા આમંત્રણ આપવા (રસ બતાવવા) બોલીનો વિરોધ દર્શાવ્યો છે. આઈસીસીની ગુરુવારે બોર્ડ બેઠક યોજાઈ હતી. તે દરમિયાન બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, વૈશ્વિક સંસ્થાના એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ અને કોઈ પણ સંભવિત હોસ્ટિંગ દેશ પાસેથી ધનરાશિની માગ કરવાના વિચારના સંપૂર્ણ વિરોધમાં છે.