ગુજરાત

gujarat

ETV Bharat / sports

રંગભેદનો વિરોધ, વિન્ડિઝ ઇંગ્લેન્ડ સામે બ્લેક લાઇવ્સ મેટર લોગો ટી-શર્ટ સાથે ઉતરશે - બ્લેક લાઇવ્સ મેટર આંદોલન

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે કહ્યું કે, કોઈપણ સીરિઝ પહેલા એન્ટી-ડોપિંગ અને એન્ટી-કરપ્શનની સાથે જાગૃતિ લાવવા માટે એન્ટી-રેસિઝ્મ અભિયાન પણ ચલાવવું જોઈએ. જેથી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને મેદાને ઉતરશે.

west-indies-cricketers
વિન્ડિઝ ઇંગ્લેન્ડ સામે બ્લેક લાઇવ્સ મેટર લોગો ટી-શર્ટ સાથે ઉતરશે

By

Published : Jun 29, 2020, 5:01 PM IST

માન્ચેસ્ટરઃ લોકડાઉન બાદ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 3 ટેસ્ટની સીરિઝ રમાવા જઈ છે. જેમાં વિન્ડિઝ ટીમ બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટ પહેરીને મેદાને ઉતરશે. આ અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આવા લોગો વાળી ટી-શર્ટને મંજૂરી આપી દીધી છે.

આ અંગે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે કહ્યું કે, કોઈપણ સીરિઝ પહેલા એન્ટી-ડોપિંગ અને એન્ટી-કરપ્શનની સાથે જાગૃતિ લાવવા માટે એન્ટી-રેસિઝ્મ અભિયાન પણ ચલાવવું જોઈએ. હોલ્ડર મોટો ફેરફાર કહેતા કહ્યું કે, અમારું માનવું છે કે આ મજબૂત લોકો સામે અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. દરેકે જાગૃતિ માટે મદદ કરવી જોઈએ. દુનિયામાં રમત-ગમત, ક્રિકેટ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમના ઇતિહાસમાં આ એક મોટું પરિવર્તન છે. અમે અહીં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમવા આવ્યા છીએ, પરંતુ વિશ્વમાં ચાલી રહેલી સમાનતા અને ન્યાયની લડતમાં પણ સમર્થન આપી રહ્યાં છીએ.

મહત્વનું છે કે, તાજેતરમાં અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. જે બાદ વિશ્વભરમાં રંગભેદ સામે વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. હાલમાં ફૂટબોલ અને ક્રિકેટ સિવાય, બધા રમત-ગમતના ખેલાડીઓએ બ્લેક લાઇવ્સ મેટર આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડર, ડેરેન સેમી, ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવોએ રંગભેદ સામે અવાજ પણ ઉઠાવ્યો હતો. હવે ICCએ પણ બ્લેક લાઇવ્સ મેટર લોગો વાળી ટી-શર્ટને મંજૂરી આપી સમર્થન કર્યું છે.

હોલ્ડરે કહ્યું કે, ક્રિકેટમાં જાતિવાદને પણ ડોપિંગ અને મેચ ફિક્સિંગની જેમ ગંભીરતાથી લેવાવું જોઈએ. મેં કોઈ જાતિવાદી ભેદભાવનો અનુભવ કર્યો નથી, પરંતુ મેં મારી આસપાસ બહું સાંભળ્યું અને જોયું છે. મને નથી લાગતું કે જાતિવાદ કોઈ પણ રીતે ડોપિંગ અથવા ભ્રષ્ટાચારથી અલગ છે. આ માટે અલગ દંડ લગાવવામાં આવે.

નોંધનીય છે કે, આ પહેલા બ્લેક લાઇવ્સ મેટરનો લોગોનો ફૂટબોલ ટૂર્નામેન્ટ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ઉપયોગ થયો હતો. આ લીગની તમામ 20 ટીમના ખેલાડીઓ આવા લોગો ધરાવતા ટી-શર્ટ પહેરીને મેચ રમ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details