મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મેગ લેનિંગને આશા છે કે, વિમેન્સ વનડે વર્લ્ડકપ આવતા વર્ષે યોજના સમય મુજબ જ યોજાશે અને કોરોનાને કારણે તૈયારીઓ પર કોઈ અસર નહીં પડે.
મહત્વનું છે કે, આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ન્યુઝીલેન્ડમાં પચાસ ઓવરનો વર્લ્ડ કપ યોજાવાનો છે, પરંતુ જો કોવિડ-19 રોગચાળાની અસર ટી-20 મેન્સ વર્લ્ડકપ જેવી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં થઈ શકે, તો એવી અટકળો છે કે મહિલાઓની સ્પર્ધા પર પણ અસર થઈ શકે છે.