નવી દિલ્હી: વેસ્ટઇન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ વર્ષોથી ભેદભાવનો ભોગ બનેલા કાળા લોકો માટે આદર અને સમાનતાની અપીલ કરતા કહ્યું હતું કે હવે બહું થયું.
અમેરિકામાં શ્વેત પોલીસ અધિકારીના હાથે આફ્રિકન મૂળના અમેરિકી જ્યોર્જ ફ્લોયડના મૃત્યુ પછી વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી અને ક્રિસ ગેલે જાતિવાદની કડક નિંદા કરી હતી અને હવે બ્રાવોએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું, "અમે અન્યનો આદર કરીએ છીએ. તો પછી શા માટે આપણે સતત તેનો સામનો કરી રહ્યા છીએ. આપણે ફક્ત સમાનતા જોઈએ છે. અમે ફક્ત સમાનતાની ઇચ્છા રાખીએ છીએ. અમે બદલો કે યુદ્ધની ઇચ્છતા નથી.”
બ્રાવોએ કહ્યું, "અમે દરેક વર્ગના લોકોમાં પ્રેમ વહેંચીએ છીએ અને તેમની પ્રશંસા કરીએ છીએ. આ સૌથી મહત્વપૂર્ણ છે."
તેમણે વધુમાં કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે, અમારા ભાઈઓ અને બહેનોને એ જાણવું જોઈએ કે, આપણે શક્તિશાળી અને સુંદર છીએ. વિશ્વના કેટલાક મહાન લોકોનો વિચાર કરો, પછી તે નેલ્સન મંડેલા, મોહમ્મદ અલી અથવા માઇકલ જોર્ડન હોય. આપણી પાસે એવું નેતૃત્વ છે જેણે આપણને મદદ કરી છે. જેણે આપણને રસ્તો દેખાડ્યો છે. "