ગુજરાત

gujarat

ETV Bharat / sports

નેટવેસ્ટ સિરીઝ જીત્યા બાદ અમારી ટીમ ઉત્સાહમાં હતી: સૌરવ ગાંગુલી - gujaratinews

ગાંગુલીને જ્યારે 2003 વર્લ્ડકપની ફાઈનલને લઈ સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, વર્લ્ડકપ ફાઈનલનું અલગ જ સ્થાન છે. અમે ઑસ્ટ્રેલિયાને હાર આપી હતી. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, એ શાનદાર ક્ષણ હતી. મેચ જીત્યા બાદ જે રીતે ઉજવણી કરો છે. જે મહાન મેચોમાંથી એક છે, જેનો હું ભાગ રહ્યો છું.

Ganguly
Ganguly

By

Published : Jul 6, 2020, 9:38 AM IST

કોલકતા: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મારી કેપ્ટનશીપવાળી ટીમે 2002માં નેટવેસ્ટ સીરિઝમાં ઔતિહાસિક જીત મેળવી હતી. ભારતે 13 જુલાઈ 2002ના ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડે આપેલા 326 રનના સ્કોરને સફળતાપૂર્વક પાર કરી જીત મેળવી હતી.

આ મેચમાં મોહમ્મદ કૈફે અણનમ 87 અને યુવરાજ સિંહે 69 રન કર્યા હતાં. બંન્નેની ભાગેદારીથી ટીમને જીત અપાવી હતી. BCCIના અધ્યક્ષે ટેસ્ટના બેટ્સમેન મયંક અગ્રવાલ સાથે વાત કરતા કહ્યું કે, એ મારી શાનદાર ક્ષણ હતી. જ્યારે તમે આવી રીતે જીત મેળવો છો તો તમે ઉજવણી કરો છે. તે મહાન મેચમાંથી એક છે.

ગાંગુલીને જ્યારે 2003 વર્લ્ડકપની ફાઈનલને લઈ સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, વર્લ્ડકપ ફાઈનલનું અલગ જ સ્થાન છે. જ્યાં અમારી હાર થઈ હતી, પરંતુ નેટવેસ્ટ સિરીઝમાં અમે ઑસ્ટ્રેલિયાને હાર આપી હતી. બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું કે, વર્લ્ડકપ ફાઈનલ-2019માં રમાઈ હતી અને હું ત્યાં કૉમેન્ટી કરી રહ્યો હતો. તે ક્ષણ અવિશ્વસનીય હતી.

કેપ્ટનશીપવાળી ટીમે 2002માં નેટવેસ્ટ સીરિઝમાં ઔતિહાસિક જીત મેળવી

ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે 16 સદી અને 35 અર્ધશતકની સાથે 7212 રન કર્યા છે. તેમનો ઉચ્ચત્ત સ્કોર 239 રન છે. ભારત માટે 311 વનડે રમી છે. જેમાં 40.73ની સરેરાશ 11,363 રન કર્યા છે. સૌરવ ગાંગુલીનો વનડેમાં હાઈસ્કોર 183 રનનો છે.

કેપ્ટનશીપવાળી ટીમે 2002માં નેટવેસ્ટ સીરિઝમાં ઔતિહાસિક જીત મેળવી

ABOUT THE AUTHOR

...view details