ગુજરાત

gujarat

ETV Bharat / sports

પૂર્વ ક્રિકેટર અને રાજનેતા ચેતન ચૌહાણને સોશિયલ મીડિયા પર અપાઈ શ્રદ્ધાંજલિ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ચેતન ચૌહાણે તેની કારકિર્દીમાં ભારત માટે 40 મેચ રમી હતી, જેમાં તેણે 2084 રન બનાવ્યા હતા. આ સિવાય ચૌહાણે 7 વનડે મેચ પણ રમી હતી.

chetan-chauhan
પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણના નિધન પર ટ્વિટર પર શોકની લહેર

By

Published : Aug 16, 2020, 9:33 PM IST

લખનઉ: પૂર્વ ક્રિકેટર અને ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન ચેતન ચૌહાણનું રવિવારે કિડની ફેલ થવાના કારણે નિધન થયું હતું. તેઓ કોરોના પોઝિટિવ પણ હતા. તેઓની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેમનું નિધન થયું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ચેતન ચૌહાણના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ચૌહાણ એક પ્રખ્યાત ક્રિકેટર પણ હતા. પ્રદેશના પ્રધાન સિદ્ધાર્થ નાથ સિંઘ, મોહસીન રાઝા અને રાજેન્દ્ર પ્રતાપે પણ શોક વ્યક્ત કર્યો હતો.

પૂર્વ ક્રિકેટરના નિધન પર આઇસીસીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. આઇસીસીએ લખ્યું કે, "ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન ચેતન ચૌહાણનું 73 વર્ષની વયે નિધન થયું છે".

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ટ્વિટ કરી લખ્યું કે ચેતન ભાઇના નિધન વિશે સાંભળી ખુબ દુખ થયું છે. તેમણે હંમેશા મને મારી વાત કહેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને ભારતીય ટીમ સાથે તેમના ક્રિકેટના દિવસોની ઘણી બધી વાતો શેર કરી હતી, તેમની આત્માને શાંતિ મળે.

ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે "ચેતન ચૌહાણના નિધન પર તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે મારી લાગણી સભર વેદના. ઓમ શાંતિ!"

ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરે કહ્યું કે, "ચેતન ચૌહાણના નિધન વિશે સાંભળીને ખુબ દુખ થયું. રમતની સાથે-સાથે પ્રશાસનમાં પણ તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. ભગવાન તેમના પરિવારને અને પ્રિયજનોને શક્તિ આપે.

ભારતીય ટીમના બૉલર આર. અશ્વિને ટ્વિટ કરી લખ્યું કે ચેતન ચૌહાણ સરના નિધન વિશે સાંભળીને દુખ થયું. તેઓ એક મહાન ઓપનર બેસ્ટ્મેન હતા અને તેમણે સની ભાઇ સાથે કેટલીક સારી ભાગીદારી કરી હતી.

ટેસ્ટ બેસ્ટ્મેન અજિંક્ય રહાણેએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, ચેતન ચૌહાણના નિધન વિશે સાંભળીને દુખ થયું. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, "શ્રી ચેતન ચૌહાણ જીએ પોતાને એક શાનદાર ક્રિકેટર અને બાદમાં એક મહેનતી રાજકિય નેતા તરીકે પ્રતિષ્ઠિત કર્યા હતા. તેમણે યુપીમાં સાર્વજનિક સેવા અને ભાજપાને મજબૂત બનાવવામાં અસરકારક યોગદાન આપ્યું હતું. તેમના નિધનથી દુખી છું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. "

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરી લખ્યું કે, "ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણે પહેલા એક ખેલાડી તરીકે અને ત્યારબાદ એક જનસેવક તરીકે દેશની ખુબ સેવા કરી હતી. તેમનું નિધન ભારતીય રાજનીતિ અને ક્રિકેટ માટે એક મોટું નુકસાન છે. હું તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ. "

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું, "યુપી સરકારના પ્રધાન અને ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણના અકાળ અવસાનથી મને ખૂબ દુખ થયું છે. તેમની રાજકીય ઇનિંગ દરમિયાન તેમણે હંમેશા જમીન અને જનતા સબંધિત મુદ્દાઓ ઉઠાવ્યાં હતા. તેઓ એક નિષ્ઠાવાન અને એક સારા વ્યકિત તરીકે જાણીતા હતા. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે.

યૂપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું, પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી, કેબિનેટમાં મારા સાથીદાર, ચેતન ચૌહાણના નિધનના દુખદાયક સમાચાર પ્રાપ્ત થયાં. પ્રભુ શ્રી રામ, ચૌહાણજીના પરિવારજનોને આ અપાર દુખ સહન કરવાની શક્તિ આપે અને તેમની આત્માને પ્રભુ શ્રી રામ પોતાના ચરણોમાં સ્થાન આપે. ॐ શાંતિ.

ABOUT THE AUTHOR

...view details