મુંબઈઃ વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય બેટ્સમેન સચિન તેંડુલકરે રવિવારે પોતાના લગ્નની સિલ્વર જ્યુબલીની ઉજવણી કરી હતી. સચિને 25મી લગ્ન તિથિએ પોતાની પત્ની અંજલી અને પરિવાર સાથે એક સરપ્રાઈઝ આપી હતી. સચિને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી.
માસ્ટર બ્લાસ્ટર સચિને સમગ્ર પરિવાર માટે મેંગો કુલ્ફી બનાવી હતી. સચિને મેંગો ગુલ્ફી બનાવવાનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ દરમિયાન સચિને લખ્યું કે, અમારા લગ્નની સિલ્વર જ્યુંબીલીનું સરપ્રાઈઝ છે, 25મી લગ્ન તિથિ નિમિત્તે સમગ્ર પરિવાર માટે આ મેંગો કુલ્ફી બનાવી છે. 47 વર્ષના સચિને આ વીડિયો પર કુલ્ફીની રેસિપી પણ શેર કરી છે.
આ વીડિયોમાં સચિનની સાથે માતા પણ દેખાઇ રહી છે. જે પોતાના દિકરાએ બનાવેલી કુલફીની પદ્ધતિ જાણી રહી છે. મહત્વનું છે કે, આ પહેલા લોકડાઉન વખતે જ પોતાની દિકરી સારા તેંડુલકર સાથે મળી સચિને બીટ કબાબ બનાવ્યા હતાં. જેનો વીડિયો પર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
નોંધનીય છે કે, સચિન તેંદુલકરની અંજલી સાથે પ્રથમવાર 1990માં મુલાકાત થઈ હતી. પાંચ વર્ષ સુધી બંને એકબીજાને ડેટ કર્યા બાદ સચિન અને અંજલીએ 24 મે, 1995માં લગ્ન કર્યાં હતાં બન્નેને બે બાળકો છે. દિકરી સારા અને દિકરો અર્જુન. હાલ અર્જુન તેંડુલકર પોતાના પિતાના પગલે ક્રિકેટર છે, પરંતુ સચિન જ્યાં જમણા હાથનો બેટ્સમેન છે, જ્યારે અર્જુન ડાબોડી બેસ્ટમેનની સાથે બોલર પણ છે.