સિડનીઃ કોરોના વાઇરસના કારણે અત્યારે આખા વિશ્વમાં હાહાકાર મચી રહ્યો છે. ત્યારે કોરોના વાઇરસની અસર રમત-ગમત પણ પર પડી છે. વિશ્વની લગભગ તમામ મોટી મેચોને રદ કરાઇ છે અથવા સ્થગિત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પૂર્વ ક્રિકેટરો સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે વાતચીત કરીને સમય પસાર કરી રહ્યાં છે.
રિકી પોન્ટિંગે અખ્તરની એક ઓવરને પોતાની કારકીર્દીની સૌથી ફાસ્ટ ઓવર ગણાવી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરની એક ઓવરને પોતાની કારકિર્દીની સૌથી ફાસ્ટ ઓવર ગણાવી હતી. પોન્ટિંગે ટ્વિટર પણ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જે વીડિયો વર્ષ 1999માં પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાનનો હતો.
શોએબ અખ્તરે પોતાના કરીયર દરમિયાન કુલ 46 ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેણે 178 વિકેટ ઝડપી હતી. તેમજ 163 વન-ડે મેચ રમ્યો છે જેમાં 247 વિકેટ ઝડપી છે. આ વીડિયામાં પોન્ટિંગે કહ્યું કે, મે મારા કરીયર દરમિયાન સૌથી ફાસ્ટ બોલિંગનો સામનો ફિ્લન્ટોફની બોલિંગનો કર્યો હતો. ત્યારબાદ મે શોએબ અખ્તરની એક સૌથી ફાસ્ટ ઓવરનો સામનો કર્યો હતો.
તેમજ રિકી પોન્ટિંગે આ પહેલા કહ્યું હતું કે, ઇગ્લેન્ડ વિરુદ્વ 2005માં એશીઝ ટેસ્ટ દરમિયાન ફિ્લન્ટોફ દ્વારા ફેકવામાં આવેલ તે ઓવર જાદુઈ ઓવર હતી કે જે ઓવરનો મેં સામનો કર્યો હતો. આ મેંચમાં ફિ્લન્ટોફે પોન્ટિંગને પોતાની બોલિંગથી ઘણો પરેશાન કર્યો હતો. તેમજ ઓવરના છેલ્લા બોલે પોન્ટિંગને આઉટ પણ કર્યો હતો. આ રોમાંચક મેચમાં ઇગ્લેન્ડે બે રનેથી મેચ જીતી હતી.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ બોલ ફેકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે છે. અખ્તરે વર્ષ 2003માં ઇગ્લેન્ડ વિરૂદ્વ વિશ્વકપ દરમિયાન 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો.
શોએબ અખ્તરે પોતાના કરીયર દરમિયાન કુલ 46 ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેણે 178 વિકેટ ઝડપી હતી. તેમજ 163 વન-ડે મેચ રમ્યો છે જેમાં 247 વિકેટ ઝડપી છે.