નવી દિલ્હી: ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક વીડિયોમાં પોતાના ફેન્ડ્સ રુદ્ર પ્રતાપ સિંહ અને પીષુષ ચાવલાને પાણી પુરી બનાવીને ખવડાવે છે. એક યૂઝરે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. આ સાથે લખ્યું કે, માલદીવથી અમારો રોકસ્ટાર પાણી પુરી બનાવી રહ્યો છે.
MS ધોનીએ માલદીવમાં ક્રિકેટર્સ ખવડાવી પાણી પુરી, જુઓ વીડિયો... - SPORTSNEWS
ભારતને 2 વર્લ્ડ કપ અપાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના ફેન્ડસને પાણી પુરી ખવડાવે છે. પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં પોતાના ફેન્ડસ સાથે માલદીવમાં વેકેશન માણી રહ્યો છે.
આ વીડિયોના લોકો વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, તે ભાગ્યશાળી છે, મને ઈર્ષા થાય છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની એક વીડિયોમાં કાળા રંગનો શર્ટ પહેરેલો છે, તેમના મિત્રો સાથે સમુદ્ર કિનારે વૉલીબોલ રમી રહ્યો છે. ધોનીએ ગત વર્ષ ઈગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડકપ બાદ એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
BCCI હાલમાં 2020 માટે વાર્ષિક ખેલાડી કરારની જાહેરાત કરી હતી. જેમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સામેલ નહોતું. ક્રિકેટ એક્સપર્ટનું માનવું છે કે, જો ધોની (IPL) Indian Premier Leagueમાં સારું પ્રદર્શન કરે તો ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં રમાનારી T-20 વર્લ્ડકપમાં ટીમ સાથે જોવા મળી શકે છે.