ચેન્નાઈ: IPLની 13મી સીરિઝની ઓપનિંગ મેચ 29 માર્ચે ચેન્નાઈ અને મુંબઇ વચ્ચે રમાશે. IPL માટે ધોની એન્ડ કંપનીએ સોમવારે એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી.
ચેન્નાઈનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ધોની નેટ્સમાં ગાર્ડ લઇ રહ્યાં છે અને ત્યાં હાજર લોકો તેમનું નામ બોલી રહી છે. ધોની ચેન્નાઈ પહોંચ્યા તો, માહીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ગત વર્ષ ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વકપની સેમિફાઈનલ બાદ ધોની ક્રિકેટ નથી રમ્યો. મોહી IPLથી ક્રિકેટમાં વાપસી કરશે.
ગત વર્ષે જૂન-જૂલાઈમાં ICCના 50 ઓવરના વિશ્વકપ બાદ અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 38 વર્ષના ધોનીની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, IPL 2020ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે 29 માર્ચે મુંબઇમાં રમાનારી મેચથી થશે.
સૂત્રોના પ્રમાણે પૂર્વ ભારતીય કેપ્ટન ધોની સુરેશ રૈના અને અંબાતી રાયડુ જેવા ખેલાડીયોની સાથે બે અઠવાડિયા સુધી પ્રક્ટિસ કરશે. જે બાદ ધોની બ્રેક લેશે અને ફરી વાપસી કરશે. IPL માટે રૈના અને રાયડુ છેલ્લા ત્રણ અઠવાડિયાથી પ્રક્ટિસ કરી રહ્યાં છે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષની અંતમાં T-20 વિશ્વકપ રમાશે. જે માટે IPL ધોની માટે ઘણી મહત્વની છે.