દુબઈઃ રોયલ ચેલેન્જર્સ બેેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ રમતી વખતે ભૂલથી બોલ પર લાળ લગાવીને કોવિડ -19ના પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યુ છે.
દુબઈ ઈન્ટનેશનલ સ્ટેડિયમમાં દિલ્હી સામે મેચ રમતી વખતે કોહલીએ શોટ કવર પર પોતાના તરફ આવતાં બોલને ઝડપથી પકડ્યો અને બાદમાં તેના પર લાળ લગાવી હતી. દિલ્હી ટીમની ઇનિંગની ત્રીજી ઓવરમાં આ ઘટના બની જ્યારે ઓપનર પૃથ્વી શોએ ઝડપી બોલર નવદીપ સૈનીના ત્રીજા બોલને ડ્રાઈવ કર્યો હતો.
જોકે કોહલીને તરત તેની ભૂલનો અહેસાસ થયો હતો. ગયા અઠવાડીયે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રોબિન ઉથપ્પાએ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ફિલ્ડિંગ કરતી વખતે બોલ પર લાળ લગાવી હતી.
કોવિડ -19 રોગચાળાને કારણે આઇસીસીએ આ વર્ષે જૂનમાં બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આઇસીસીની માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, "એક ટીમને દરેક ઇનિંગ્સમાં લાળની ભૂલને લઈ બે ચેતવણી આપવામાં આવી શકે છે, પરંતુ બોલ પર સતત લાળનો ઉપયોગ કરવા માટે પાંચ રનની પેનલ્ટી ભોગવવી પડશે. જ્યારે પણ બોલ પર લાળનો ઉપયોગ કરવામાં આવે ત્યારે અમ્પાયરો બોલ સાફ કરશે.