મુંબઈઃ અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી આજકાલ લોકડાઉનને કારણે ઘરમાં બંધ છે. ક્રિકેટ અને બોલિવૂડની આ પ્રખ્યાત જોડી એકલતામાં જુદી-જુદી રીત અજમાવવાનો પ્રયાસ કરી રહી છે. વિરાટ અને અનુષ્કા રસોઈ, સફાઈ અને બોર્ડ ગેમ્સ રમીને પોતાનો સમય વિતાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં અનુષ્કા શર્માએ હવે બીજો એક ફની વીડિયો શેર કર્યો છે.
અનુષ્કાએ પતિ વિરાટના ક્રિકેટ દિવસોને યાદ કરીને એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, 'મને લાગ્યું કે વિરાટ ક્રિકેટ અને મેદાનને મિસ કરી રહ્યો છે, વિરાટ સિવાય લાખો ચાહકો પણ કોઈ ચોક્કસ બાબતો મિસ કરી રહ્યાં છે, ત્યારે મેં બધા માટે આ અનુભવ શર કર્યો છે.