કોલકાતાઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે હજુ પણ મને એ નથી સમજાતું કે 2007માં સૌથી વધુ રન બનાવ્યાં છતાં પણ કેમ મને વન-ડે ટીમમાંથી હટાવવામાં આવ્યો હતો. ગાંગુલીને સૌથી પહેલા કોચ ગ્રેગ ચેપલની સાથે મતભેદના કારણે 2005માં કેપ્ટનશીપમાંથી અને ત્યારબાદ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જોકે ગાંગુલીએ 2006માં જોરદાર વાપસી કરી હતી અને સતત સારૂ પ્રદશર્ન કર્યું હતું.
રન બનાવવા છતા પણ મને વન-ડે ટીમમાંથી હટાવવામાં આવ્યો હતોઃ સૌરવ ગાંગુલી સૌરવ ગાંગુલીને વર્ષ 2007-08ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન રાહુલ ડ્રવિડની સાથે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1 વર્ષ પછી ગાંગુલીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો.
રન બનાવવા છતા પણ મને વન-ડે ટીમમાંથી હટાવવામાં આવ્યો હતોઃ સૌરવ ગાંગુલી ગાંગુલીએ એક ન્યુઝ પેપરની સાથે વાતચીતમાં કહ્યું કે મને વન-ડે ટીમમાંથી ત્યારે બહાર કરવામાં આવ્યો હતો કે જ્યારે મે તે કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવ્યાં હતા. તમારૂ પ્રદર્શન ગમે એટલું સારૂ હોય પરંતુ જો તમારી પાસેથી મંચ છીનવી લેવામાં આવે તો તમે શુ સાબિત કરી શકો? અને તમે કોને સાબિત કરશો? આ ચીજ જ મારી સાથે થઈ.
તેમણે વધુમાં કહ્યું કે જો મને બે વન-ડે સીરીઝ વધુ રમવા મળત તો હુ હજુ પણ વધુ રન બનાવી શકત. જો મે નાગપુરમાં સન્યાસ ના લીધો હોત તો હું આગળની બે સીરીઝમાં પણ રન બનાવત. ગાંગુલીએ કહ્યું કે હું અત્યારે થોડીક પ્રેકટ્રીસ કરુ તો હુ હજુ પણ ભારત માટે રન બનાવી શકુ છું અને ટીમમાં સારૂ પ્રદર્શન કરી શકુ છું.
ગાંગુલીએ વધુમાં કહ્યું કે હજુ મને છ મહિના પ્રેકટ્રીસ કરવાનો મોકો આપો અને કેટલીક રણજી ટ્રોફી મેચ રમવાનો મોકો આપો, તો હું ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ તરફથી હજુ પણ સારા રન બનાવી શકુ છું. જો કે છ મહિનાના બદલે ખાલી ત્રણ મહિના પ્રેકટ્રીસ કરીને પણ હુ સારૂ પ્રદર્શન કરી શકુ છુ.
બીસીસીઆઇના અધ્યક્ષે વધુમાં કહ્યું કે તમે મને રમવાનો મોકો ના આપી શકો, પરંતુ તમે મારા અંદર જે વિશ્વાસ છે તેને કેમ ખત્મ કરશો. ગાંગુલીએ વર્ષ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો, જો કે 2012સુધી તેઓ આઇપીએલ રમ્યા હતા.