ગુજરાત

gujarat

ETV Bharat / sports

તેલુગુ-હિન્દી પછી હવે વોર્નર પરિવારે પંજાબી ગીતો પર કર્યો ડાન્સ - Slowly Slowly

ડેવિડ વોર્નરે ફરી એકવાર પોતાના પરિવાર સાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોને ભારતીય પ્રશંસકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નર

By

Published : May 20, 2020, 2:51 PM IST

હૈદરાબાદ: કોરોના વાઈરસને કારણે તમામ રમતોના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તેમજ આઈપીએલ પણ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

લોકડાઉન અને કોરોના વાઈરસના ફેલાવા દરમિયાન બધા ખેલાડીઓ તેમના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ક્રિકેટરો તેમના ચાહકો માટે સોશિયલ મીડિયા પર ઘણી મનોરંજક વસ્તુઓ પોસ્ટ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે તેનો ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વખતે વોર્નર પંજાબી ગીતો પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

મોટાભાગના ભારતીય ચાહકોએ ગાયક ગુરુ રંધાવાનું 'ધીરે-ધીરે' ગીત સાંભળ્યું જ હશે. વોર્નરે મંગળવારે ટિકટોકનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વોર્નરે પોસ્ટનું કેપ્શન લખ્યું હતું કે, અંધારી રાતમાં અમે ચમકવાનું ભુલ્યા નથી. આ વીડિયો ભારતીય ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ગત અઠવાડિયે વોર્નર અને તેની પત્ની કેન્ડિસે લોકપ્રિય ગીત 'મુકાબલા' પર ડાન્સ કર્યો. આ વીડિયોમાં, વોર્નર અને કેન્ડિસે પ્રભુદેવના ગીત પર ડાન્સ કર્યો હતો. તેની પુત્રી ઈન્ડી પણ વીડિયોની પાછળ ડાન્સ કરતી જોવા મળી રહી હતી. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, કેન્ડિસ, હું કે શિલ્પા શેટ્ટી કોણ વધુ સારો ડાન્સ કરે છે.

ડેવિડ વોર્નરે આ અગાઉ અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ 'અલા વૈકુંઠપુરમુલ'ના ગીતો 'રામુલુ રામુલા' અને 'બટ્ટા બોમ્મા' પર પણ ડાન્સ કર્યો હતો. આ સિવાય વોર્નરે તેની પુત્રી સાથે હિન્દી આઈટમ સોંગ 'શીલા કી જવાની' પર પણ ડાન્સ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details