ગુજરાત

gujarat

ETV Bharat / sports

મને 2 વર્ષ સુધી નજરઅંદાજ કરાયો, જેથી ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવીદા: વહાબ રિયાઝ

પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝે કહ્યું કે, ઓક્ટોબર 2018 પછી મને પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, જેથી મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

Wahab Riaz
વહાબ રિયાઝ

By

Published : Jun 9, 2020, 5:17 PM IST

કરાચી: પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝે કહ્યું કે, ઓક્ટોબર 2018 પછી મને પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, જેથી મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કેન્દ્રીય કરારમાંથી વહાબ રિયાઝે નકારવામાં આવ્યો હતો. જેથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.

એવું માનવામાં આવે છે કે વહાબને ટેસ્ટ ક્રિકેટ છોડવાના કારણે કેન્દ્રીય કરારમાં સ્થાન મળ્યું નથી, પરંતુ આ અંગે વહાબે કહ્યું કે, ઓક્ટોબર 2018 પછી પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી નહોતી. જેથી ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનું આ મુખ્ય કારણ હતું.

વહાબે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મેં ઓક્ટોબર 2017માં એક ટેસ્ટ મેચ રમી હતી અને પછી મને ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ફ્લેટ પિચ પર બીજી તક મળી હતી, તેના એક વર્ષ પછી અને ત્યારબાદ મને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. જો હું રમી શકતો નથી, તો આ ફોર્મેટ મારા માટે નથી. મેં મર્યાદિત ઓવર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું, કારણ કે મને લાગે છે કે ટી ​​-20 અને વનડે પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે.

મહત્વનું છે કે, વહાબે પાકિસ્તાન માટે 27 ટેસ્ટ, 89 વનડે અને 31 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, તમને જણાવી દઈએ કે, રિયાઝે વર્ષ 2019માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. 34 વર્ષીય રિયાઝે 2010માં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાન માટે પહેલી ટેસ્ટ રમી હતી. વહાબે પોતાની નવ વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં પાકિસ્તાન માટે 27 મેચ રમી હતી.

ABOUT THE AUTHOR

...view details