ગુજરાત

gujarat

ETV Bharat / sports

લક્ષ્મણે 1998ની ટેસ્ટ મેચને યાદ કરી, કહ્યું- સચિને પોતાને ફિઝિયો રૂમમાં બંધ કરી લીધો હતો - સચિન

લક્ષ્મણે એક ટીવી કાર્યક્રમમાં કહ્યુ કે, 'મને યાદ છે જ્યારે સચિને પોતાને જાતે જ ફિઝિયો રૂમમાં બંધ કરી દીધો હતો અને એક કલાક પછી તે બહાર આવ્યો હતો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેની આંખ લાલ હતી. જેને જોઇ મને લાગ્યુ કે તે ભાવુક થયો છે.'

સચિન તેંદુલકર અને વોર્ન
સચિન તેંદુલકર અને વોર્ન

By

Published : Apr 29, 2020, 5:31 PM IST

નવી દિલ્હી : પૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે ક્રિકેટના મેદાન પર બે મહાન ખેલાડી સચિન તેંદુલકર અને શેન વોર્નની વચ્ચે થયેલી બેસ્ટ ટક્કરને યાદ કરી હતી.

લક્ષ્મણે 1998માં ચેન્નઇના સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રિલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચને યાદ કરી હતી. જે મેચમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 257 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી અને જે ઇનિંગ્સમાં સચિન માત્ર 4 રન પર જ આઉટ થયો હતો.

લક્ષ્મણે એક ટીવી કાર્યક્રમમાં કહ્યું કે, 'ચેન્નઇ ટેસ્ટ મેચને લઇ સચિને સારી તૈયારી કરી હતી. પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 4 રન પર આઉટ થયો હતો. જેમાં તે એક ચોક્કો ફટકારી અને તેના પછીના બોલ પર માર્ક ટેલરના હાથે કેચ આઉટ થયો હતો.

સચિન તેંદુલકર

વધુમાં જણાવતા કહ્યું કે મને યાદ છે કે સચિને પોતાને ફિઝિયો રૂમમાં બંધ કરી દીધો હતો અને એક કલાક પછી બહાર આવતા તેની આંખ લાલ થઇ ગઇ હતી. તે સમયે લાગ્યુ કે ભાવુક થયા છે. કારણ કે તે જેવી રીતે આઉટ થયો તેનાથી તે નાખુશ હતો.

ભારતની પ્રથમ ઇનિંગ્સના જવાબમાં કાંગારૂ ટીમે 328 રન બનાવ્યા હતા અને 71 રનની લીડ મેળવી હતી, પરંતુ ભારતે બીજી ઇનિંગ્સમાં પરત ફરતા 418 રન પર ઇનિંગ્સને ડીક્લેર કરી હતી. આ ઇનિંગ્સમાં સચિને 155 રન ફટકાર્યા હતા.

બીજી ઇનિંગ્સમાં સચિને શાનદાર રમત રમતા શેન વોર્નનો સામનો કર્યો હતો. જે લેગ સ્ટમ્પની બહારથી બોલિંગ કરતો હતો, પરંતુ સચિન મિડ ઓફ અને મિડ ઓન પર બોલને ફટકારતો હતો અને શતક ફટકાર્યુ હતુ. વોર્ન સાથે તેની તે મેચ શાનદાર રહી હતી.

આ ઇનિંગ્સમાં કાંગારુની ટીમ 168 રન પર ઓલઆઉટ થઇ હતી અને ભારતનો 179 રનથી વિજય થયો હતો. સચિનને આ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details