હૈદરાબાદ : સેહવાગે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, ધોની અહિંયા કેવી રીતે ફિટ થશે? પંત અને રાહુલ પહેલાથી જ ફોર્મમાં છે. વિશ્વ કપ 2019ની સેમિફાઈનલ મેચ બાદ ધોની ભારત માટે એક પણ મેચ રમ્યો નથી. ન્યૂઝીલેંન્ડ સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમનો 18 રને પરાજય થયો હતો.
મહેન્દ્રસિંહ ધોનીનુ ટીમમાં કમ બેક કરવુ મુશ્કેલ: સેહવાગ
ભારતના વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગનુ માનવુ છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોનીનુ ટીમમાં કમબેક કરવુ ખૂબ જ મુશ્કેલ છે. સેહવાગે જણાવ્યુ કે, સિલેકટરોએ ધોનીનું રિપ્લેસમેન્ટ ટીમ મેનેજમેન્ટે શોધી લીધુ છે અને તેઓ ખુબ આગળ વધી ગયા છે.
મહેન્દ્રસિંહ ધોનીનુ ટીમમાં કમ બેક કરવુ મુશ્કેલ: સેહવાગ
ઉલ્લેખનીય છે કે, વિશ્વ કપ સેમીફાઈનલ મેચ બાદ ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. જે બાદ વિકેટકિપર બેટ્સમેન તરીકે ઋષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ, પરંતુ પંતના ખરાબ ફોર્મના કારણે ટીમ મેનેજમેન્ટએ વિકેટ-કિપર તરીકે કે. એલ. રાહુલને સ્થાન આપ્યું છે.