નવી દિલ્હીઃ જ્યારે સહેવાગ ક્રિઝ પર જામી જાય છે, ત્યારે તે મોટા મોટા બોલર્સને પણ પછડાટ આપે છે. પોતાની અદભૂત બેટિંગ દ્વારા સહેવાહ યુવાનોની પ્રેરણા બન્યો છે, પરંતુ તમે જાણો છો કે સહેવાગ માટે પ્રેરણારૂપ કોણ હતું..?
વીરૂ માટે રામયણનું આ પાત્ર પ્રેરણાસ્ત્રોત, કહ્યું-'અંગદજી રોક્સ' - વિસ્ફોટક બેટ્સમેન સહેવાગ
ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ પોતાની બેટિંગ માટે જાણીતા છે. સહેવાગે ટેસ્ટ ક્રિકેટમાં બે ટ્રિપલ સદી અને વનડેમાં બેવડી સદી ફટકારી છે. શું તમે જાણો છો સહેવાગ માટે પ્રેરણારૂપ કોણ હતું..?
![વીરૂ માટે રામયણનું આ પાત્ર પ્રેરણાસ્ત્રોત, કહ્યું-'અંગદજી રોક્સ' Virender Sehwag reveals the name of Ramayan's character from whom he took batting inspiration](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6771658-1086-6771658-1586758745223.jpg)
વિરેન્દ્ર સહેવાગે ખુદ ટ્વીટ કરીને પોતાના પ્રેરણાસ્ત્રોત વિશે જણાવ્યું હતું. સહેવાગે લોકડાઉન દરમિયાન દુરદર્શન પર રામાયણ પ્રસારણની એક તસવીર શેર કરી હતી. જેમાં રાવણની સેના અંગદનો પગ ઉઠાવતી નજરે પડે છે. આ તસવીર શેર કરતા સહેવાગે લખ્યું કે, મેં મારી બેટિંગની પ્રેરણા અહીંથી લીધીછે. પગ ખસેડવો મુશ્કેલ છે, અશક્ય છે... અંગદજી રોક્સ.'
વિસ્ફોટક બેટ્સમેન સહેવાગે 104 ટેસ્ટમાં 49.3ની સરેરાશથી 8,586 રન બનાવવ્યાં છે. સહેવાગે 251 વનડેમાં 35ની સરેરાશથી 8,273 રન બનાવ્યા છે. આ સિવાય સહેવાગે 19 T-20 મેચ પણ રમી છે. જેમાં બે અર્ધસદીની મદદથી 394 રન બનાવ્યાં છે. સહેવાગની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 38 સદી છે.