નવી દિલ્હી : ભારતીય ટીમના ભૂતપુર્વ વિસ્ફોટક બેટ્સમેન અને ઓપનર વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જે હાલમાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વીરૂ પોતાના પુત્ર આર્ય સાથે રેસ કરતો નજરે ચડે છે. જે રેસ ઘરથી લઇને ગાર્ડન સુધી હોય છે. જેમાં વીરૂ જીતી જાય છે.
વીરેન્દ્ર સેહવાગે રેસમાં પોતાના પુત્રને જ હરાવ્યો - મીડિયા
વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેના પુત્ર સાથે રેસ લગાવતો નજરે ચડે છે.
વીરેન્દ્ર સેહવાગે રેસમાં પોતાના પુત્રને જ હરાવ્યો
ઉલ્લેખનિય છે કે, સેહવાગ ખુલ્લા પગ પર દોડતા નજરે આવે છે. સેહવાગનો આ વીડિયો પ્રશંસકોને ખૂબ જ પસંદ આવ્યો છે જેમાં લોકોએ સેહવાગની પ્રશંસા કરી છે.